પવન કલ્યાણની ઓજીએ છાવા, કૂલીને પાછળ છોડ્યા

મુંબઈ, પવન કલ્યાણની નવી ફિલ્મ રિલીઝ થઈ છે અને જાણે સોનું હાથ લાગી ગયું હોય એવી સ્થિતિ છે, આ ફિલ્મ માટે કોઈ જોરશોરથી પ્રમોશન પણ કર્યું નહોતું. છતાં આ એક્શન થ્રિલર ફિલ્મે રિલીઝ થતાં જ ધમાલ મચાવી દીધી છે.
બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મીએ એ પણ તેલુગુ સિનેમામાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ માટે પવન કલ્યાણના ફૅન્સનો એટલો ક્રેઝ છે કે આ ફિલ્મે એડવાન્સ બૂકિંગમાં જ વર્લ્ડ વાઇડ ૧૦૦ કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે રિલીઝ પછી આ ફિલ્મે ભારતમાં ૭૦ કરોડની કમાણીથી શરુઆત કરી છે.ટિકિટ વિન્ડો પર આ ફિલ્મ છવાઈ ગઈ છે.
કેટલાક અહેવાલો અનુસાર આ ફિલ્મે પહેલા દિવસે ૯૦.૨૫ કરોડની કમાણી નોંધાવી છે. આ રેકોર્ડબ્રેક કમાણીથી પવન કલ્યાણે પોતાની જ આગળની ફિલ્મ ‘હરી હરા વીરા મલ્લુ’નો પહેલા દિવસની ૩૪ કરોડની કમાણીનો પણ રેકોર્ડ તોડ્યો છે.
એટલું જ નહીં, પવન કલ્યાણે બોલિવૂડની મોટી ફિલ્મ ‘છાવા’ની ૩૧ કરોડ, સૈયારાની ૨૧.૫ કરોડ તેમજ ‘કૂલી’ની ૬૫ કરોડની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
માત્ર ભારતમાં જ નહીં પણ પવન કલ્યાણની આ ફિલ્મ વિદેશોમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે અને માત્ર નોર્થ અમેરિકામાં જ પેઇડ પ્રિમીયર્સમાં ૨૬ કરોડની કમાણી કરી છે. તેથી ત્યાં આગળના દિવસોમાં આ ફિલ્મ સારી ચાલશે એવી અપેક્ષા છે. પહેલા દિવસે વર્લ્ડ વાઇડ આ ફિલ્મ ૧૫૦ કરોડની કમાણીનો રેકોર્ડ બનાવશે એવી અપેક્ષા છે.
તેથી એ પણ નક્કિ છે કે આ ફિલ્મ ભારતમાં પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ ૧૦ ફિલ્મની યાદીમાં સ્થાન મેળવી લેશે. પરંતુ આ યાદીમાં આ ફિલ્મ કયા સ્થાને પહોંચે છે તે, શુક્રવારે રાત્રે જ ખ્યાલ આવશે.ધ ઓજી સુજીત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેમાં પ્રિયંકા મોહન, શ્રિયા રેડ્ડી, અર્જૂન દાસ અને પ્રકાશ રાજ પણ મહત્વના રોલમાં છે.
આ ફિલ્મ ઓજસ ગંભીરા નામના એક ગેંગ્સ્ટર એટલે કે પવન કલ્યાણના પાત્રની આસપાસ ફરે છે, જે દસ વર્ષ સુધી ગાયબ રહ્યા પછી મુંબઇમાં પાછો ફરે છે. તેનું પાછા આવવાનું લક્ષ્ય અન્ય એક ગેંગ્સ્ટર બોસ ઓમી બાબુ એટલે કે ઇમરાન હાશ્મીને મારવાનું હોય છે.
આ ફિલ્મને માત્ર પવન કલ્યાણના ફૅન્સ નહીં પણ ઇન્ડસ્ટ્રીના પણ કેટલાક લોકોએ વખાણી છે, જેમાં રામચરણ સહીતના કલાકારોનો સમાવેશ થાય છે.SS1MS