સૌથી મોટા દુશ્મનને પણ આ પીડા સહન ન કરવી પડે: સલમાન ખાન

મુંબઈ, સલમાન ખાને તાજેતરમાં જ તેની ટ્રાઇજેમિનલ ન્યુરલજિઆ, એક પીડા દાયક સ્નાયુની તકલીફની સ્થિતિ વિશે વાત કરી હતી અને જણાવ્યું કે તેણે આ તકલીફમાંથી બહાર આવવા માટે ૮ કલાકનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ટૂંક સમયમાં કાજોલ અને ટિં્વકલના શોના પ્રોમો આવવાના શરૂ થયા છે. તેના પહેલા અપિસોડમાં આમિર ખાન અને સલમાન ખાન આવાવના છે.
આ શોમાં સલમાન ખાને જણાવ્યું હતું, કે તે વર્ષાેથી આ પીડામાંથી પસાર થઈ રહ્યો છે. તેણે કહ્યું, “મને જ્યારે ટ્રાઇજેમિનલ ન્યુરલજિઆ હતું, એ પીડા એઠલી ઉગ્ર હતી..
તમે નહીં ઇચ્છો કે તમારા સૌથી મોટા દુશ્મનને પણ ક્યારેય એ પીડા થાય. મને લગભગ સાડા સાત વર્ષ સુધી આ પીડા રહી છે.”સલમાને આગળ જણાવ્યું,“દર ચાર-પાંચ મિનિટે મને આવું થતું. અને મને તેમાં નાસ્તો કરતાં પણ કલાક-દોઢ કલાક થતાં અને પછી હું સીધો જ રાત્રે જમી શકતો હતો.
એક ઓમલેટ ખાતા મને આટલો સમય થતો કારણ કે હું ખાઈ શકતો જ નહોતો, મારી જાતને ખાવા માટે ઢસડવી પડતી. દુઃખાવાની કોઈ દવાઓ પણ કામ લાગતી નહોતી.”આગળ સલમાને એમ પણ કહ્યું તે શરૂઆતમાં તો ડૉક્ટર્સને એવું લાગતું હતું કે આ માત્ર દાંતનો દુઃખાવો છે. પરંતુ જ્યારે તેમને સમજાયું કે આને પાણી પીતાં પણ તકલીફ થાય છે, તો તેમને સમજાયું કે આ નર્વનો પ્રશ્ન છે.
સલમાને એમ પણ કહ્યું કે તેને પહેલી વખત ૨૦૦૭માં પાર્ટનર ફિલ્મના સેટ પર આ દુઃખાવો શરૂ થયો હતો, જ્યારે લારાએ તેના ચહેરા પરથી એક વાળ ખેંચી લીધો હતો. આ વાત પર હસતા સલમાને કહ્યું, “મે કહેલું, વાહ લારા, આ તો કરંટ લાગે એવું થયું. એ સમયથી આ શરૂ થયું હતું. એ સૌથી ખરાબ પીડા છે.”સલમાનને હવે આ તકલીફ નથી રહી, પરંતુ તેને આત્મહત્યા કરવા પ્રેરે તેવી બીમારી કહેવાય છે.
આ પરિસ્થિતિને કારણે જ દુનિયામાં સૌથી વધુ આત્મહત્યાઓ થાય છે. આમિરે આ અંગે કહ્યું, “તમે પીડા સહન ન કરી શકો એટલે?” સલમાને કહ્યું હતું કે તેણે લોકોમાં આ અંગે જાગૃતિ આવે તે માટે આ વાત કરી છે. આ પીડાથી અસંખ્ય લોકો પીડાય છે, પણ ઘણા ઓછા લોકો આ અંગે જાણે છે.SS1MS