દીપિકાએ કલ્કિની સિક્વલ માટે ૨૦ દિવસ શૂટ કર્યા પછી ફી વધારો માગ્યો

મુંબઈ, દીપિકા પાદુકોણે તાજેતરમાં જ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ફિલ્મ છોડી છે. આ અંગે પ્રોડક્શન હાઉસ વિજયંતિ મુવીઝ દ્વારા નિવેદનમાં કહેવાયું હતું, “તેઓ પાર્ટનરશિપ રાખી શકે તેમ નહોતા”. હવે એવા અહેવાલ છે કે દીપિકાએ આ ફિલ્મ માટે ૨૦ દિવસ તો શૂટિંગ પણ કરી લીધું હતું અને પછી તેણે ફિલ્મ છોડી દીધી.
એવા અહેવાલ છે કે, દીપિકાને લાગતું હતું કે તેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી, તેથી તેણે ફિલ્મનું કામ શરૂ કર્યા પછી ફી વધારો માગ્યો હતો. આ ફિલ્મના પ્રોડક્શન સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, “ફી વધારા માટે દીપિકા પાદુકોણની માગ ૨૫ ટકાથી પણ વધુ હતી – કારણ કે તેને લાગ્યું કે તેને કોઈ બદલી શકે તેમ નથી. ખરેખર તો તેની મેનેજમેન્ટ ટીમે જે રીતે વાટાઘાટો કરી, તેનાથી પરિસ્થિતિમાં વળાંક આવ્યો હતો.”સાથે જ દીપિકાની ટીમ દ્વારા એવો દાવો કર્યાે હતો કે તેના તારીખોના પ્રશ્નોને કારણે તેણે ફિલ્મ છોડી છે.
પરંતુ સૂત્ર જણાવે છે કે આ દાવામાં પણ કોઈ તથ્ય નથી. સૂત્રએ જણાવ્યું, “દીપિકાને બિલકુલ ખ્યાલ હતો કે, સિક્વલમાં તેના માટે ખાસ મજબુત, વધુ અભિનય ક્ષમતા દર્શાવતો રોલ લખવામાં આવ્યો હતો.
ખરેખર તો તેણે ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ થતું હતું ત્યારે બીજા ભાગ માટે ૨૦ દિવસ શૂટિંગ પણ કરી લીધું હતું. આ વાત ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિને જ અમુક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. તેનું આગળના તબક્કા માટેનું શૂટિંગ પરસ્પરની સમજુતીથી જ નક્કી થવાનું હતું. તેથી તેના તારીખોના પ્રશ્ન અંગેની વાતમાં કોઈ તથ્ય નથી.”પ્રોડક્શન હાઉસે દીપિકાના ફિલ્મ છોડવા પર એક્સ પર લખ્યું, “અમે ઓફિશીયલી જાહેરાત કરીએ છીએ કે દીપિકા પાદુકોણ કલ્કિ ૨૮૯૮ એડીના આગામી ભાગનો હિસ્સો નથી. ધ્યાનપૂર્વક વિચાર કર્યા પછી અમે અમારા રસ્તા અલગ કરવાનો નિર્ણય લીધો છે.
પહેલી ફિલ્મ બનાવવાની લાંબી સફર પછી પણ અમે પાર્ટનરશિપ આગળ વધારી શકીએ એમ નથી. કલ્કિ જેવી ફિલ્મને કમિટમેન્ટ સાથે ઘણું વધારે જોઈએ છે.
અમે તને ભવિષ્યના કામ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.” જ્યારે એક સૂત્રએ દીપિકા વિશે જણાવ્યું હતું, “દીપિકા પાદુકોણ પહેલી ફિલ્મમાં જે ફી સાથે પ્રવેશી હતી, તેના કરતાં તેને ૨૫ ટકા ફી વધારો જોઈતો હતો. આ સિવાય તેણે તેનું શૂટિંગ ૭ કલાક સુધી મર્યાદિત કરવાની પણ વાત કરી હતી.
પ્રોડ્યુસર્સે તેને લાંબા કલાકો શૂટિંગ ચાલે ત્યારે લક્ઝરી વેનિટીની પણ ઓફર કરી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી. તેણે ઉપરથી તેની સાથેના ૨૫ લોકો માટે પણ ૫ સ્ટારમાં રહેવાની માગણી કરી હતી. આ માગણીઓ થોડી વધારે પડતી જ હતી.”
દીપિકા પાદુકોણનો જન્મ ડેનિશ રાજધાની કોપનહેગનમાં થયો છે. કારણ કે તેનાં પિતા પ્રકાશ પાદુકોણ એ વખતે ડેનિશ શહેરમાં એક સઘન તાલીમ હેઠળ કામ કરી રહ્યા હતા. આજે દીપિકા પાદુકોણ એક સફળ અભિનેત્રી બની ગઈ છે અને તેની ગણતરી ટોચની હિરોઇનમાં થાય છે. તે બહુમુખી અભિનય પ્રતિભા માટે જાણીતી છે.SS1MS