Western Times News

Gujarati News

ચીખલીમાં નાગરિક પુરવઠા નિગમનું ૨૫૦ ટન અનાજ પલળ્યું 

નવરાત્રીમાં વરસાદનું વિઘ્નઃ  ગુજરાતના ૧૫૭ તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં ૪ ઇંચ

નવસારીમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ ઃ ભારે પવનથી અનેક ઘરોના ઉડ્યા પતરા, પાંચ ઇજાગ્રસ્ત ઃ ૪૬ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ

ગાંધીનગર, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ ૧૧૧ ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૩૬ ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે ચોમાસાની વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે (૨૮ સપ્ટેમ્બર) ૧૫૭ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, રવિવારે (૨૮ સપ્ટેમ્બર) સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં ૪.૧૭ ઇંચ વરસાદ ખાબક્યો છે.નર્મદાના દેડીયાપાડામાં ૩.૯૮ ઇંચ, સુરતના ઉમરપાડા અને વલસાડાના કપરાડા અને ઉમરગામમાં ૩-૩ ઇંચ, ભરૂચના ઝઘડિયા અને ભરૂચમાં અનુક્રમે ૨.૮૭ અને ૨.૮૩ ઇંચ, દાહોદના દેવગઢ બારિયા, ડાંગના સુબિર, સુરતના માંગ્રોલ, કામરેજ તાલુકામાં ૨-૨ ઇંચ વરસાદ થયો છે. જ્યારે ૪૬ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારીમાં પણ ગત રાતથી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ સાથે મિની વાવાઝોડ઼ું ફૂંકાયું હતુ. ચીખલીના તલાવચોરા અને વાંસદા શીણગઈમાં પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનથી ૨૦થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. જેના પગલે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે. ગણદેવીના એમએલએ નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ગત રાતથી આજના સવારે ૬ વાગે સુધી નવસારી-જલાલપોર અને વાંસદામાં અડધો અંચ વરસાદ પડ્યો છે. તો, ગણદેવીમાં એક ઇંચ, ચીખલીમાં દોઢ ઇંચ અને ખેરગામમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વાવાઝોડા સાથે વરસાદ હોવાથી તારાજી સર્જાઇ હતી.

ચોમાસુ અંતિમ ચરણોમાં પહોંચ્યું છે. ત્યારે ગતરોજથી દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્્યો છે. વરસાદની સાથે નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. ચીખલીના તળાવ ચોરા અને વાંસદાના શીણધઈ ગામે વાવાઝોડાના કારણે ૨૦થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. જેના કારણે ૫થી વધુ લોકોને ઈજા થઇ છે. હાલ, આ સ્થિતિને લઇને તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી છે.
વડોદરામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં શિનોર ચોક, નવીનગરી, જનતાનગરમાં પણ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત મહુડી ભાગોળ, અંતિકાનગર, દયારામનગર, રેલવે સ્ટેશન, ડેપો, સાઠોદ અને વઢવાણા વિસ્તારમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. મુશળધાર વરસાદ વરસવાથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો ખેડૂતોએ વાવેતર કરેલા ડાંગર અને કપાસ માટે આ વરસાદ આશીર્વાદ સ્વરૂપ બન્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તેથી ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આયોજકોને ભારે નુકસાન થાય તેવી શક્્યતા છે. તો બીજી તરફ ખેડૂતોએ વાવેતર કરેલા ડાંગર અને કપાસ માટે આ વરસાદ આશીર્વાદ સ્વરૂપ બન્યો છે.
નવસારી અને વલસાડમા મિનિ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ચીખલી તાલુકામાં વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી છે.

ચીખલીમાં આવેલા નાગરિક પુરવઠા નિગમનું ૨૫૦ ટન અનાજ પલળ્યું છે. ગોડાઉનના પતરા ઉડી જતા અનાજ બરબાદ થયું છે. સરકારી અનાજ ભીનું થઈ જતા કરોડોનું નુકસાન થયું છે. દિવાળી સમયે આપવા માટે રાખેલું અનાજ ભીનું થઈ ગયું હોવાથી મોટું નુકસાન થયું છે. ગરીબોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે નવસારીમાં પણ ગત રાતથી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ સાથે મિની વાવાઝોડ઼ું ફૂંકાયું હતુ. ચીખલીના તલાવચોરા અને વાંસદા શીણગઈમાં પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનથી ૫૦થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. જેના પગલે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે. ગણદેવીના સ્ન્છ નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.