Western Times News

Gujarati News

મહિને સોસાયટીની 6 હજાર આવક ઉભી કરવાની ભારે પડી: 2 મજૂરના મોત

અમદાવાદમાં સાતમાં માળેથી ત્રણ મજૂરો નીચે પટકાતા બેનાં મોત -હોર્ડિગ લગાવતા સમયે બની દુર્ઘટના

એડ એજન્સી અને સોસાયટી દ્વારા રેન્ટ એગ્રીમેન્ટથી હોર્ડિંગ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

હોર્ડિગ લગાવવા સોસાયટીને મહિને 6 હજાર ભાડૂં ચુકવવાનું નક્કી કર્યુ હતું. આ માટે સત્તાવાર કરાર કરાયો હતો. જેથી પોલિસ સોસાયટીના કમિટી મેમ્બરોની પૂછપરછ કરી માહિતી ભેગી કરશે

(એજન્સી)અમદાવાદ, શહેરના સાઉથ બોપલ વિસ્તારમાંથી થાંભલાના વાયર સાથે હોર્ડિગ અડી જતા ઘડાકાભેર બ્લાસ્ટ થયાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સાતમાં માળેથી ત્રણ મજુરો નિચે પટકાતા બે મજુરોનાં દુઃખદ મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉથ બોપલમાં ભાગવત બંગલોની સામે ૭ માળની બિલ્ડીંગ પર ત્રણેય મજુરો હોર્ડિગ લગાવતા હતા

તે સમયે થાંભલાના વાયર સાથે હોર્ડિગ અડી જતા ઘડાકાભેર બ્લાસ્ટ થતા આ દુર્ઘટના બની હતી. જે બાદ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે અને આ મામલે તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના રવિવારે બપોરે અમદાવાદ સાઉથ બોપાલ વિસ્તારના ભાગવત બંગલોની સામેલી ૭ માળની રહેણાંક બિÂલ્ડંગ પર બની છે. જ્યાં ત્રણ મજૂરો હો‹ડગ લગાવવાનું કામ કરી રહ્યા હતા. તેઓ બિÂલ્ડંગના સાતમા માળ પર કામ કરતા હતા,

વીજળીના થાંભલા પર હોર્ડિંગ પડતા લાઈટના થાંભલાના વાયર તૂટ્યા હતા. તેમજ બિલ્ડિંગ નીચે રાખેલી ગાડી પર હોડિંગ તૂટી પડ્યું હતું.હોર્ડિંગ્સ માટે AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઇપણ મંજૂરી લેવામાં આવી નહોતી. શહેરમાં કોઈપણ સ્થળે હોર્ડિંગ્સ લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવી પડે છે. આ હોર્ડિંગ્સ લગાવવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

ત્યારે હોર્ડિગનો એક ભાગ થાંભલાના હાઈ વોલ્ટેજ વાયર સાથે અડી ગયો હતો. જેના કારણે તાત્કાલિક વીજળીના ઝટકાને કારણે તીવ્ર બ્લાસ્ટ થયો હતો અને મજૂરોનું સંતુલન ખોરવાઈ જતા તેઓ સાતમાં માળેથી નીચે પટકાયા હતો. ઘટના બાદ થોડી જ વારમાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને બોપલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જે બાદ પોલીસે સાતમાં માળેથી નીચે પટકાયેલા ત્રણમાંથી બે મૃતક મજૂરોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે મજૂરોને તપણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને ઘટના બાબતે તપાસ શરૂ કરી છે. આ ઘટના અમદાવાદમાં નગરીકરણની ઝડપી ગતિ વચ્ચે મજૂરોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

અમદાવાદ ગ્રામીણ DYSP નીલમ ગોસ્વામીએ જણાવ્યું છે કે, બોપલના વિશ્વકુંજ એપાર્ટમેન્ટમાં ઘટના બની છે. વિશ્વકુંજ એજન્સી દ્વારા વીએસ જ્વેલર્સના હોર્ડિંગ લગાવામાં આવી રહ્યા હતા. એડ એજન્સી અને સોસાયટી દ્વારા રેન્ટ એગ્રીમેન્ટથી હોર્ડિંગ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ દુર્ઘટનાએ ફરી એક વાર યાદ અપાવી દીધી કે, વિકાસની દોડમાં સુરક્ષાને અવગણવું મોતનું આમંત્રણ છે. જોકે પોલીસ અને વહીવટી વિભાગો દ્વારા તપાસ પૂર્ણ થતાં વધુ વિગતો સામે આવશે. મોત થયેલા મજૂરના પરિવારજનોને શોકમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, અને સમુદાયે તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.