5 હજાર વર્ષ જૂના મંદિરની ગુફામાંથી ડાયનોસોરના અવશેષો મળતા લોકોમાં કૂતુહલ ફેલાયું

પાંડવકાલીન ગુફામાં દેખાયા ડાયનાસોરના પંજા!
(એજન્સી)દાહોદ, દાહોદમાંથી ડાયનાસોરના પગલાંના નિશાન મળ્યાનો દાવો કરાયો છે. દાહોદના ઝાલોદના જૂના ચાલકિયામાં ઘૂઘરદેવ મહાદેવની પાંડવકાલીન ગુફામાં ડાયનાસોરના પંજાના નિશાન જોવા મળ્યાનો દાવો કરાયો છે. પગલાંના નિશાન ડાયનાસોરના હોવાનો દાવો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની સર્વે ટીમ ગુફામાં હતી, ત્યારે તેઓને હેરિટેજ ઈમારતોનો સર્વે કરતી ટીમને ગુફામાં પગલાંના નિશાન દેખાયા હતા.
પાંચ હજાર વર્ષ જૂના પૌરાણિક ઘૂઘરદેવ મંદિરની ગુફામાંથી અવશેષો મળતા લોકોમાં કૂતુહલ ફેલાયું છે. આ બાદ મંદિર ખાતે કલેક્ટરે રાત્રિ ગ્રામ સભા કરી હતી. કલેક્ટરે ગુફાની મુલાકાત પણ લીધી.
જોકે , હજી સુધી આ ચિન્હો કોના છે તે ચકાસણી કરાયા બાદ જ માલૂમ પડશે. કચ્છની પાનધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યાછે.ઇન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ આૅફ ટેક્નોલોજી રૂરકીમાં પેલિયોન્ટોલોજીમાં પોસ્ટડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય લેખક દેબાજીતે દત્તાએ આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
જે અનુસાર જે સાપના અવશેષો મળી આવ્યા છે તેની લંબાઇ ૪૯ ફૂટ એટલે કે ૧૫ મીટર સુધીની છે અને આ અવશેષો ૪૭ મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આમ, ગુજરાતની ભૂમિમાં અનેક પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. ગુજરાતના બાલાશિનોરમાં પણ ડાયનાસોરના અવશેષો મળી આવ્યા છે. ૧૯૮૦ના દાયકામાં બાલાસિનોરના રૈયોલી ગામમાં પેલિયોન્ટોલોજિસ્ટ્સ આકસ્મિક રીતે અવશેષો અને હાડકાં શોધી કાઢ્યા હતા.
ત્યારથી આ સ્થળ સંશોધકોથી ભરેલું છે અને આ વિસ્તારમાં અનેક ખોદકામ થયા છે, જેના તારણો પરથી જાણવા મળ્યું છે કે લગભગ ૬૪ મિલિયન વર્ષો પહેલા ડાયનાસોરની ૧૩ થી વધુ પ્રજાતિઓ હતી.