Western Times News

Gujarati News

ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર છે: વિદેશમંત્રી જયશંકર

(એજન્સી)નવી દિલ્હી, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના ૮૦મા સત્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પાકિસ્તાનને “વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર” ગણાવ્યું અને દાયકાઓથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી હુમલાઓ પાછળ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.

જયશંકરે કહ્યું હતું કે, ભારતે સ્વતંત્રતા પછી આ પડકારનો સામનો કર્યો છે કારણ કે તેનો પાડોશી વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. દાયકાઓથી મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદી હુમલાઓના મૂળ તે દેશ સાથે જોડાયેલા છે. યુએનની આતંકવાદી યાદીમાં ઘણા નામો તે દેશના નાગરિકો છે.

પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ આ વર્ષે એપ્રિલમાં પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યાને તાજેતરના સરહદ પાર આતંકવાદી ક્રૂરતાના ઉદાહરણ તરીકે ટાંક્્યું. તેમણે કહ્યું હતું કે, “ભારતે તેના લોકોની સુરક્ષા માટે બદલો લીધો અને આ ઘટનાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવ્યા. જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદનો સામનો કરવો એ આપણી પ્રાથમિકતા છે કારણ કે તે કટ્ટરતા, હિંસા, અસહિષ્ણુતા અને ભયને જોડે છે.

તેથી આપણે આપણા અધિકારોનું રક્ષણ કરતી વખતે આવા જોખમોનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. તેમણે ભાર મૂક્્યો કે આતંકવાદ એક સામાન્ય ખતરો છે અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ ગાઢ બનાવવો જરૂરી છે. જયશંકરે કહ્યું, “જ્યારે દેશો ખુલ્લેઆમ આતંકવાદને તેમની નીતિ તરીકે અપનાવે છે, જ્યારે આતંકવાદી અડ્ડાઓ મોટા પાયે કાર્યરત હોય છે

અને જ્યારે આતંકવાદીઓની જાહેરમાં પ્રશંસા કરવામાં આવે છે ત્યારે આવી ક્રિયાઓની સખત નિંદા કરવી જોઈએ. આતંકવાદી ભંડોળ બંધ કરવું જોઈએ અને મોટા આતંકવાદીઓને પ્રતિબંધિત કરવા જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.