આંખમાં ટીપા નાંખવાથી ચશ્માના નંબર દૂર થઈ જશેઃ સર્જરીની જરૂર નથી

હવે વાંચવા માટે ચશ્માની જરૂર રહેશે નહીં ! -આ ટીપાના દિવસમાં બે વાર ઉપયોગ કરોઃ વાંચી અને જોઈ શકાશે
ચશ્મા અથવા સર્જરી જ એકમાત્ર વિકલ્પ હતો પરંતુ હવે ડોકટરોએ એવો સરળ અને અસરકાર રસ્તો શોધી કાઢયો છે.
(એજન્સી)નવીદિલ્હી, દુનિયાભરમાં લાખો લોકો પ્રેસ્બાયોપીયાથી પીડાઈ રહયાં છે. એમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અતયાર સુધી આ માટે ચશ્મા અથવા સર્જરી જ એકમાત્ર વિકલ્પ હતો પરંતુ હવે ડોકટરોએ એવો સરળ અને અસરકાર રસ્તો શોધી કાઢયો છે.
જેથી ચશમાની જરૂર નહીપડે અને કોઈ ઓપરેશનની જરૂર નહી પડે. ડોકટરોએ એક ખાસ આંખના ટીપાં તૈયાર કર્યા છે. જે નજીકની નબળી દ્રષ્ટિથી સંઘર્ષ કરીરહેલાં લોકોએ રાહત આપી શકે છે. ફકત દિવસમાં બેવાર આ ટીપાંનો ઉપયોગ કરો અને દર્દીઓ નજીકની વસ્તુઓ સરળતાથી વાંચી અને જોઈ શકશે.
વિશ્વભરનાં લાખો લોકો પ્રેસ્બાયોપિયાથી પરેશાન છે. આ સમસ્યા વૃદ્ધત્વ સાથે આવે છે. જયારે આંખો નજીકની વસ્તુઓ અથવા નાના અક્ષરો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં સક્ષમ રહેતી નથી. મોટાભાગના લોકોને ચશ્માં પહેરવા પડે છે. અથવા સર્જરી કરાવી પડે છે.
પરંતુ તે દરેક માટે સરળ નથી. આ ટીપાં પરનો અભ્યાસ યુરોપીયન સોસાયટી ઓફ મોતીયા અને રીફેકટીવ સર્જન્સ ઈએસસીઆરએસ કોન્ફરન્સમાં રજુ કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે ટીપાંનો ઉપયોગ કર્યા પી મોટાભાગના દર્દીઓ આંખના ચાર્ટ પર વધુ સારી રીતે વાંચી શકે છે. અને આ સુધારો બે વર્ષ સુધી ચાલ્યો હતો.
આ અભ્યાસ આર્જેનટીનામાં ૭૬૬ દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. સવારે ઉઠયાં પછી અને છ કલાક પછી બધાને દીવસમાં બે વાર ટીપાં આપવામાં આવતાં હતાં. જેમાંથી ૧૪૮ દર્દીઓએ ચાર્ટ પર બે કે તેથી વધુ લીટીઓ વાંચી હતી. ૬૯ ટકા દર્દીઓ ત્રણ કે તેથી વધુ લાઈનો વાંચી શકયાં હતાં.
૮૪ ટકા દર્દીઓ ત્રણ કે તેથી વધુ લાઈનો વાંચી શકયાં હતાં. માત્ર એક કાલકમાં દર્દીઓમાં ૩.૪પ જેગર લાઈનનો સરેરાશ સુધારો જોયો હતો. સૌથી નોધપાત્ર રીતે ૧ ટકા ડ્રોપવાળા ૯૯ ટકા દર્દીઓએ ઉત્તમ નજીકની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી અને ચાર્ટની બે અથવા વધુ લાઈનો વાંચવામાં સક્ષમ હતાં. જોકે, કેટલાક દર્દીઓને હળવી આડઅસરો પણ હતી.