Western Times News

Gujarati News

સાબરમતી સ્ટેશન પર “યુથ કનેક્ટ અવેરનેસ ડ્રાઇવ”નું આયોજન

સ્વચ્છતા હી સેવા” અભિયાન 2025 ના હેઠળ અમદાવાદ મંડળ દ્વારા   વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન

“સ્વચ્છતા હી સેવા” અભિયાન 2025 અમદાવાદ મંડળ પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 ના ગાંધી જયંતિ સુધી ઉજવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો છે. આ દિશામાં  પશ્ચિમ રેલવેના  અમદાવાદ મંડળ નિરંતર સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે   અને સ્વચ્છતા, નવીનતા અને પર્યાવરણીય જાગરૂકતાના  ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

આ ક્રમ માં તારીખ 27 સપ્ટેમ્બર, 2025 ના રોજ અમદાવાદ મંડળના સામુદાયિક ભવન, સાબરમતી ખાતે “સ્વચ્છતા હી સેવા 2025” અભિયાનના હેઠળ  એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે શાળાના બાળકો અને સ્કાઉટ્સ અને ગાઇડ્ના બાળકો  દ્વારા બનાવવામાં આવેલા વેસ્ટ મટેરીયલ માંથી બનાવેલ ઉપયોગી ઉત્પાદનોના પ્રદર્શની નું અવલોકન કર્યું  અને બાળકોની સર્જનાત્મકતા અને સ્વચ્છતા પ્રત્યેના અભિગમની પ્રશંસા કરી હતી.

સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી  પહોચાવવાના ઉદેશ્ય થી મંડળ દ્વારા અનેક અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું. મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, લોકોમોટિવ શેડ સાબરમતી,   લોકોમોટિવ શેડ વટવા, પાલનપુર અને ગાંધીધામ ખાતે રેલ  કર્મચારીઓ માટે સ્વચ્છતા પર ક્વિઝ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમદાવાદની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચિત્રકામ, નિબંધ લેખન અને વક્તવ્ય સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં કુલ 118 કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઇનામ આપવામાં આવ્યા હતા.

મંડળ રેલ પ્રબંધક  શ્રી વેદ પ્રકાશે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ અભિયાન ની શરૂઆત  17 સપ્ટેમ્બરના રોજ વડનગર સ્ટેશન પર એક સાથે 75 છોડ વાવીને શરૂ કર્યું હતું. તે જ દિવસે, એક ખાસ “સ્વચ્છતા વિશેષ ટ્રેન” ચલાવવામાં આવી હતી, જેમાં 75 નિવૃત્ત સૈનિકો, રેલવે કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) ના સભ્યોએ ભાગ લીધો હતો. આ ખાસ ટ્રેન ને સાબરમતી, કલોલ, મહેસાણા અને વડનગર સ્ટેશનો પર રોકાઈને ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું

કાર્યક્રમ ના દરમિયાન મંડળ રેલ પ્રબંધકે  શાળાના બાળકોને સ્વચ્છતા અભિયાન સંબંધિત પ્રશ્નો પૂછ્યા અને સાચા જવાબ આપનારાઓને ચોકલેટનું ઇનામ તરીકે વિતરણ કર્યું. આ વાતચીતથી બાળકોમાં ન માત્ર ઉત્સાહ પૈદા કર્યો પરંતુ તેમને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત પણ બનાવવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં અપર મંડળ રેલ પ્રબંધક  શ્રી લોકેશ કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક શ્રીમતી મંજુ મીણા, પશ્ચિમ  રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદના પ્રમુખ શ્રીમતી શેફાલી ગુપ્તા, વરિષ્ઠ  મંડળ કાર્મિક અધિકારી  શ્રી સિદ્ધાર્થ અને અન્ય રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા.

28 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમની થીમ હતી: “સ્વચ્છતા પહેલમાં યુવાનોની ભાગીદારી અને જાહેર શૌચાલયોની સફાઈ અને અપગ્રેડેશન.” આ અવસર પર કાર્મિક વિભાંડ દ્વારા સાબરમતી રેલવે સ્ટેશન પર “યુથ કનેક્ટ અવેયરનેસ ડ્રાઈવ”   આયોજન કરવામાં આવ્યું  હતું, જેમાં કુલ 100 કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

સાથે મંડળ ના વિવિધ રેલવે  સ્ટેશનો અને ટ્રેનોમાં શૌચાલયોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી અને જરૂરી અપગ્રેડેશન પણ કરવામાં આવ્યું  હતું. અમદાવાદ મંડળ દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવાનો એક સફળ પ્રયાસ હતો, અને આ અભિયાન ભવિષ્યમાં પણ ખૂબ જ ઉત્સાહ સાથે ચાલુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.