ભારતના યુએસ કે અન્ય દેશ સાથેના સંબંધોથી રશિયાને ફરક પડતો નથી

યુનાઈટેડ નેશન્સ, રશિયાના વિદેશ મંત્રી લાવરોવની સ્પષ્ટતા, ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિનો રશિયા આદર કરે છે. રશિયા પાસેથી ક્‰ડ ઓઈલ ખરીદવાના મામલે ભારત પર અમેરિકાનું દબાણ સતત વધી રહ્યું છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ ઝીંક્યા પછી બંને દેશ વચ્ચે નવેસરથી વાતચીત શરૂ થવાની શક્યતા છે ત્યારે રશિયાની ભારત સાથેની મિત્રતાનું વૈશ્વિક સ્તરે એલાન કર્યું છે. યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં સંબોધન સાથે રશિયાના વિદેશ મંત્રી સેરેગી લાવરોવે કહ્યું હતું કે, ભારતના અમેરિકા કે અન્ય કોઈ પણ દેશના સંબંધોની અસર રશિયા-ભારતના જોડાણ પર પડી શકે તેમ નથી.
યુએનની સામાન્ય સભામાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરના વક્તવ્ય પૂર્વે સંબોધન કરનારા લાવરોવે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ભારત અને રશિયા વિશેષ મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.
અમેરિકા અથવા અન્ય કોઈપણ દેશ સાથે ભારતના સંબંધોમાં કોઈપણ પરિસ્થિતિ સર્જાય, પરંતુ તેની અસર ભારત-રશિયાના જોડાણ પર પડી શકે તેમ નથી.
રશિયા પાસેથી ક્‰ડ ઓઈલની ખરીદી બંધ કરવા માટે અમેરિકા દ્વારા ભારત ઉપરાંત અન્ય દેશો પર પણ દબાણ થઈ રહ્યું છે. આમ છતાં ભારતે રશિયા પાસેથી ક્‰ડ ઓઈલ ખરીદવાનું બંધ કર્યું નથી. આ સંદર્ભે નવી દિલ્હી-મોસ્કોના સંબંધો અંગે પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં લાવરોવે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
લાવરોવે વધુમાં કહ્યું હતું કે, ભારતના રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્ર હિતને પ્રાધાન્ય આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિનો રશિયા સંપૂર્ણ આદર કરે છે. ભારત અને રશિયા દ્વારા નિયમિત રીતે ઉચ્ચ-સ્તરીય સંપર્કાે જાળવવામાં આવે છે.
તાજેતરમાં ચીન ખાતે શાંઘાઈ કો-ઓપરેશન સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે થયેલી મુલાકાતનો સંદર્ભ આપીને લાવરોવે કહ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં પુતિનની ભારત મુલાકાતનું આયોજન થઈ રહ્યું છે.SS1MS