ઈરાન પર યુનાઈટેડ નેશન્સના આકરા પ્રતિબંધો યથાવત

દુબઈ, પરમાણુ કાર્યક્રમો ચાલુ રાખવા બદલ ઈરાન પર યુનાઈટેડ નેશન્સ દ્વારા આકરા પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. જેના પગલે છેલ્લા ઘણા સમયથી ભૂખમરા અને મોંઘવારીથી પીડાઈ રહેલા ઈરાનવાસીઓ માટે જીવન વધારે દોહ્યલું બનવાની ભીતિ છે. યુએનમાં છેલ્લી ઘડી સુધી રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ રહેતા રવિવાર મધ્યરાત્રિથી જ ઈરાન પર પ્રતિબંધો અમલી કરાયા છે.
આ પ્રતિબંધના પગલે ઈરાનવાસીઓ વિદેશમાં સંપત્તિ વસાવી શકશે નહીં. આ સાથે ઈરાન સાથે થયેલા દરેક શસ્ત્ર કરાર પૂરા થઈ જશે અને ઈરાનના બેલાસ્ટિક મિસાઈલમાં સાથ આપવા બદલ દંડ લાગુ થશે. યુએન દ્વારા ‘સ્નેપબેક’ વ્યવસ્થા હેઠળ આ પ્રતિબંધો લાગુ કરાયા છે.
ઈરાને અગાઉ વર્ષ ૨૦૧૫માં વિશ્વની મહાસત્તાઓ સાથે કરેલા પરમાણુ કરારો પણ આ પ્રતિબંધ હેઠળ આવી ગયા છે. ઈરાનનું ચલણ (રિયાલ) હાલ ઐતિહાસિક નીચલા સ્તરે છે અને અનિવાર્ય ખાદ્ય ચીજોની કિંમત આસમાને પહોંચી છે.
ચોખા, માંસ તથા અનાજ જેવી પાયાની વસ્તુઓ રોજિંદી થાળીથી દૂર થઈ રહી છે. યુએન દ્વારા યથાવત રખાયેલા પ્રતિબંધોના પગલે ઈઝરાયેલ વાસીઓને આગામી સમયમાં ભયંકર યુદ્ધની ચિંતા સતાવી રહી છે. અગાઉ જૂન મહિનામાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ૧૨ દિવસ મિસાઈલ યુદ્ધ થયુ હતું. આગામી સમયમાં ઈઝરાયેલ ઉપરાંત અમેરિકા પણ ઈરાન સામેના યુદ્ધમાં જોડાય તો ઈરાનનું સંકટ વધી શકે છે.
ઈરાનમાં દમનકારી સરકારે છેલ્લા એક વર્ષમાં અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. છેલ્લા ત્રણ દસકમાં સૌથી વધુ લોકોને ગત વર્ષે મોતની સજા થઈ હતી. સ્થાનિકોના મતે ૧૯૮૦ના દસકામાં ઈરાન-ઈરાક યુદ્ધ કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ સર્જા શકે છે.
યુએનની સીક્યુરિટી કાઉન્સિલ દ્વારા અત્યંત દુર્લભ કિસ્સામાં ‘સ્નેપબેક’ લાગુ કરાય છે. આ જોગવાઈને ચીન કે રશિયા જેવા દેશો વીટો પાવરથી પણ અટકાવી શકતા નથી.
પરમાણુ શસ્ત્રો પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થાને ઈરાને પરત મોકલી દીધા પછી અમેરિકા સાથેની વાટાગાટો પણ પડી ભાંગી હતી. ળાન્સ, જર્મની અને યુનાઈટેડ કિંગડમ જેવા દેશોએ ૩૦ દિવસ અગાઉ ઈરાન પર આ જોગવાઈ લાગુ કરવા માગ કરાઈ હતી.SS1MS