Western Times News

Gujarati News

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૩૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ: 

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫ ટકા:  સૌથી વધુ કચ્છમાં ૧૪૦.૨૩ ટકા સરેરાશ વરસાદ નોંધાયો

નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાયા

Ahmedabad, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૩૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ૮ ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં ૪-૪ ઇંચ કરતાં વધુ વરસાદ
નોંધાયો છે.

તા. ૨૯ સપ્ટેમ્બર૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકાઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકાપૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકાદક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમસમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૧૫,૯૭૧ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છેતેમજ ૧,૩૫૧ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાંભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૯ સપ્ટેમ્બરથી ૦૨ ઓકટોબર૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.