એર અરેબિયાની ૧૦ લાખ સીટ માટે અર્લી બર્ડ પ્રમોશનલ ઓફર

નવી દિલ્હી, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં અગ્રણી બજેટ કેરિયર એર અરેબિયાએ ૧૦ લાખ સીટનું ‘સુપર સીટ સેલ’ શરૂ કર્યું છે. આ એક અર્લી બર્ડ પ્રમોશનલ ઓફર છે.
આ ઓફર હેઠળ ભારતથી યુએઈ (શારજાહ, અબુ ધાબી અને રાસ અલ ખૈમાહ)ના ત્રણ એરપોર્ટ તેમજ યુરોપમાં મ્યુનિક, પ્રાગ, મિલાન, વિયેના, વોર્સાે, એથેન્સ, મોસ્કો, બાકુ, તિબિલિસી, નૈરોબી, કૈરો સહિતના અનેક સ્થળે નોન-સ્ટોપ ફ્લાઇટ્સ સામેલ છે. તેમાં એકતરફી ભાડું રૂ. ૬,૦૩૮થી શરૂ થાય છે.
આ ઓફર ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ઉપલબ્ધ છે, જ્યારે તમામ સીટ્સ માટે મુસાફરીનો સમય ૧૭ ફેબ્›આરીથી ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી છે. આ ઉપરાંત રૂ. ૬૦૩૮માં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, નાગપુર, ગોવા, તિરુવનંતપુરમ, કોચી, કોઈમ્બતુર અને કોઝિકોડથી શારજાહ, અબુ ધાબી અને યુએઈમાં રાસ અલ ખૈમાહ અને તેનાથી આગળની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ પણ ઉપલબ્ધ છે.
યુએઈ, મોરોક્કો અને ઇજિપ્ત સ્થિત તેના પાંચ વ્યૂહાત્મક કેન્દ્રોમાંથી ૨૦૦થી વધુ રૂટનું સંચાલન કરતી એર અરેબિયા ઉડ્ડયન ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી તરીકે મજબૂત સ્થાન ધરાવે છે. એર અરેબિયા મુસાફરોને આરામ, વિશ્વસનિયતા અને ઉચ્ચ મૂલ્યો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. એર અરેબિયા એક એવોર્ડ વિજેતા એરલાઇન છે, જે મુસાફરીના અનન્ય અનુભવો પ્રદાન કરવા સમર્પિત છે.SS1MS