તૃપ્તિ ડીમરીએ સેમ મર્ચન્ટ સાથેના સંબંધ પર સ્પષ્ટતા કરી

મુંબઈ, તૃપ્તિ ડીમરી અને સેમ મર્ચન્ટ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોક ેઅત્યાર સુધી તેમણે પોતાના સંબંધો બાબત ખુલાસો કર્યાે નહોતો. જોકે હવે તૃપ્તિ ડિમીએ પોતાના રિલેશનશિપને લઇને ચુપકીદી તોડી છે. તૃપ્તિએ કહ્યું છે કે, સંબંધોમાં હોવું જરૂરી નથી.
લોકોના વિચાર જ એવા હોય છે કે, જો કોઈ વ્યક્તિ એકલી હોય તો એ વ્યક્તિમાં જ ખોટ છે. મતલબ કે લોકો મારામાં ખોટ સમજે છે. પરંતુ સંબંધમાં હોવું ન હોવું એ વ્યક્તિની પર્સનાલિટી સાથે જોડાયેલું નથી. મને બુલબુલની દિગ્દર્શક અનવિતા દત્તે શીખવ્યું છે કે, સિંગલ હોવું એ કોઇ ખોટું કે ખરાબ નથી. જિંદગીમાં રોમાન્સ ન હોય તો કાંઇ ખોટું નથી. જિંદગીમાં કરવાનું ઘણું બધું હોય છે.
ફ્ક્ત એક ચીજ માટે દુઃખી હોવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, તૃપ્તિ ડિમરી એક બિઝનેસમેન અને મોડલ સેમ મર્ચન્ટ સાથે ડેટ કરી રહી છે. હવે અભિનેત્રીએ આ બાબતે સ્પષ્ટતા કરીને પોતાના વિશે જણાવી દીધું છે. તૃપ્તિએ રણબીર કપૂર સાથે અનિમલ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિયતા મેળી છે. તે પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે સોશયલ મીડિયા પર પણ ઘણી એકટિવ રહે છે.SS1MS