Western Times News

Gujarati News

ટાઇટન વર્લ્ડ અને હેલિયોસે અમદાવાદમાં 5 નવા સ્ટોર્સના મેગા લોન્ચ શરૂ કર્યા

નવા રોકાણો, ઇમર્સિવ અનુભવો અને 45થી વધુ આંતરરાષ્ટ્રીય વૉચ બ્રાન્ડ્સનું અનોખું કલેક્શન રજૂ કરે છે

અમદાવાદ, અગ્રણી ભારતીય વૉચ અને વેરેબલ્સ રિટેલર ટાઇટન કંપની લિમિટેડે પાંચ નવા સ્ટોર્સના લોન્ચ સાથે અમદાવાદમાં તેની રિટેલ હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને ગુજરાતમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ્સને વધુ મજબૂત બનાવી છે. આ વિસ્તરણમાં ચાર ટાઇટન વર્લ્ડ સ્ટોર્સ અને 1 હેલિયોસ સ્ટોર્સનો સમાવેશ થાય છે જે અંકુર ચોકડી-નિકોલ, સાઉથ બોપલ, હંસપુરા-નવા નરોડા અને સાયન્સ સિટી જેવા નોંધપાત્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે આવેલા છે.

આ નવા સ્ટોર્સના ઉમેરા સાથે ટિટન હવે 300 શહેરોમાં કુલ 724 ટાઇટન વર્લ્ડ આઉટલેટ્સ અને 282 હેલિયોસ સ્ટોર્સ ધરાવે છે જેમાં અમદાવાદમાં કુલ 16 ટાઇટન વર્લ્ડ સ્ટોર્સ અને 10 હેલિયોસ સ્ટોર્સ આવેલા છે. આ સ્ટોર્સનું ઉદ્ઘાટન ટાઇટન કંપની લિમિટેડના રિજનલ બિઝનેસ હેડ-વેસ્ટ શ્રી રામપ્રભાત યાદવ તેમજ ફાસ્ટ્રેક અને રિટેલ વિસ્તરણ, વૉચીસ અને વેરેબલ્સના હેડ શ્રી કાર્તિકેયન આર અને રિજનલ બિઝનેસ મેનેજર – વૉચીસ એન્ડ વેરેબલ્સ સુશ્રી પાયલ શર્માએ કર્યું હતું.

Titan World and Helios scales up its presence in Gujarat with the mega launch of 5 New Stores in Ahmedabad.

આ નવા લોન્ચ કરાયેલા સ્ટોર્સ ગ્રાહકોને કિફાયતી અને પ્રીમિયમ એમ બંને સેગમેન્ટ્સમાં ફેલાયેલા કાળજીપૂર્વક તૈયાર કરાયેલા એસોર્ટમેન્ટની એક્સેસ પૂરી પાડે છે. દરેક સ્ટોર ટાઇટન, રાગા, એજ, ઝાયલસ, નેબ્યુલા, ફાસ્ટ્રેક, સોનાટા, ટોમી હિલફિગર, કેનેથ કોલ, સેઇકો, Just Cavalli, મોવાડો, સ્વારોસ્કી, Guess, Cerruti 1881, ફોસિલ, અરમાની એક્સચેન્જ, કેસિયો જી-શૉક અને અન્ય જેવી 45થી વધુ આંતરરાષ્ટ્રીય તથા પ્રીમિયમ બ્રાનડ્સનો ખાસ તૈયાર કરેલો પોર્ટફોલિયો ધરાવે છે જેમાં ટાઇમલેસ ક્લાસિક્સથી માંડીને વર્તમાન સમયની સ્ટાઇલ્સ તથા પર્ફોર્મન્સ આધારિત વૉચીસનો સમાવેશ થાય છે. આ સ્ટોર્સ શહેરની રિટેલ હાજરીમાં વધારો કરે છે અને તેના માનવંતા ગ્રાહકોને વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત વૉચીસની એક્સક્લુઝિવ એક્સેસ પૂરી પાડે છે.

આ મેગા લોન્ચ અંગે રિજનલ બિઝનેસ હેડ-વેસ્ટ શ્રી રામપ્રભાત યાદવે જણાવ્યું હતું કે “અમે ગુજરાતમાં અમારી હાજરીનો વિસ્તાર કરતા આનંદિત છીએ. આ રાજ્ય લક્ઝરી અને પ્રીમિયમ વૉચીસ માટે અમારા સૌથી મહત્વના બજારોમાં સ્થાન ધરાવે છે. બે વર્ષ પહેલાં પ્રીમિયમ બ્રાન્ડ્સનો હિસ્સો અમારા પોર્ટફોલિયોમાં 46 ટકા હતો. આજે આ આંકડો નોંધપાત્ર વધ્યો છે. ભારતીય ગ્રાહકો લક્ઝુરિયસ વસ્તુઓ સાથે જે રીતે જોડાઈ રહ્યા છે તેમાં અનોખી પ્રગતિ થઈ રહી હોવાનું અમે જોઈ રહ્યા છીએ.

મોટાપાયે આંતરરાષ્ટ્રીય મુસાફરી, વધુ ગ્લોબલ એક્સપોઝર અને ડિજિટલ ઇમર્સન સાથે ખરીદદારો આજે વધુ સમજદાર બન્યા છે અને તેઓ જે બ્રાન્ડ્સને અપનાવે છે તેની પ્રમાણિકતા, વ્યક્તિત્વ અને તેની સાથેનો અર્થપૂર્ણ સંબંધ ઇચ્છે છે.

હેલિયોસ થકી અમે વિશ્વની સૌથી લક્ઝરી અને પ્રીમિયમ વૉચ બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી બ્રાન્ડ્સને અમારા ગ્રાહકો સમક્ષ લાવીએ છીએ જ્યારે ટાઇટન વર્લ્ડ કિફાયતી અને મીડ-પ્રીમિયમ સેગમેન્ટ્સમાં અમારી લીડરશિપને વધુ મજબૂત બનાવે છે. સાથે મળીને આ ફોર્મેટ્સથી અમે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો સંતોષી શકીએ છીએ અને વારસો, નવીનતા અને કારીગરીની ઉજવણી કરે તેવા ઇમર્સિવ અનુભવો બનાવી શકીએ છીએ.”

ટાઇટન વર્લ્ડ અને હેલિયોસ સમગ્ર ભારતમાં તેની હાજરી વિસ્તારી રહ્યા છે ત્યારે તે વૉચના શોખીનોને વિશ્વ સ્તરની કારીગરી, વેરાઇટી અને નિપુણતાનું અનોખું મિશ્રણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. સીમાચિહ્નોની ઉજવણીથી માંડીને ઘડિયાળોની દુનિયાની અનોખી અભિવ્યક્તિની ખોજ સુધી, બ્રાન્ડ સતત એવા અદ્વિતીય સ્થળો બનાવી રહી છે જ્યાં દરેક ગ્રાહક એવો ટાઇમપીસ શોધી શકે છે જે તેની સ્ટાઇલ અને સ્ટોરી સાથે સાચા અર્થમાં જોડાયેલા હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.