ગોદરેજ એગ્રોવેટે અંદાજે રૂ. 960 કરોડના રોકાણ સાથે મેન્યુફેક્ચરિંગ અને R&D સેન્ટર દ્વારા સુવિધા વધારશે

ગોદરેજ એગ્રોવેટે ફૂડ પ્રોસેસિંગ અને ઇનોવેશન મજબૂત કરવા MoFPI સાથે MoU કર્યાં
મુંબઇ/દિલ્હી, 26 સપ્ટેમ્બર, 2025: ભારતના સૌથી મોટા વૈવિધ્યસભર એગ્રી-ફૂડ બિઝનેસિસ પૈકીના એક ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે આજે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ (MoFPI) સાથે બિન-બંધનકર્તા સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 દરમિયાન હસ્તાક્ષર કરાયેલ આ પ્રસ્તાવિક રૂ. 960 કરોડનું રોકાણ અદ્યતન ઉત્પાદન સુવિધા અને આરએન્ડડી સેન્ટર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ક્ષમતામાં વધારો કરવાની કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે.
ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના સીઇઓ અને એમડી સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “આ એમઓયુ અમારી એગ્રી-ફૂડ પ્રોસેસિંગ અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષમતાઓને મજબૂત કરવાની અમારી લાંબાગાળાની વ્યૂહરચનાને અનુરૂપ છે. અપસ્ટ્રીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરએન્ડડીમાં રોકાણ કરવા સાથે અમારો ઉદ્દેશ્ય સમગ્ર સપ્લાય ચેઇનમાં ટકાઉ મૂલ્યનું સર્જન કરવાનો તથા ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં યોગદાન આપવાનો છે. અમે MoFPIના સહયોગ બદલ તેમના આભારી છીએ તથા ભારતીય ફૂડ પ્રોસેસિંગ ક્ષમતાઓ અને કૃષિ ઇનોવેશનની પ્રગતી માટે કટીબદ્ધ છીએ.”
મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી, આઇએએસ, અવિનાશ જોશી અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના કોર્પોરેટ અફેર્સના ગ્રૂપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામીની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરાયેલા એમઓયુ અંતર્ગત ગોદરેજ એગ્રોવેટ અપસ્ટ્રીમ આરએન્ડડી સેન્ટર સાથે મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ સુવિધાઓ સ્થાપશે. કંપનીના ઓઇલ પામ અને પેટ ફૂડ બિઝનેસ ઉપર કેન્દ્રિત આ રોકાણ આન્ધ્ર પ્રદેશ, આસામ, ત્રિપુરા, તેલંગાણા અને મહારાષ્ટ્ર રાજ્યમાં થશે.
આ એમઓયુ વિશે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી, આઇએએસ, અવિનાશ જોશીએ કહ્યું હતું કે, “અમે ગોદરેજ એગ્રોવેટ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. આજના એમઓયુ ભારતની એગ્રી-ફૂડ ઇકોસિસ્ટમને મજબૂત કરવા તથા ગ્રામીણ વિકાસના લક્ષ્યોને આગળ ધપાવવાની અમારી સહિયારી કટીબદ્ધતામાં યોગદાન આપે છે. ખાદ્ય તેલ પરના રાષ્ટ્રીય મિશન – ઓઇલ પામના મુખ્ય સમર્થક તરીકે ફૂડ પ્રોસેસિંગમાં ઇનોવેશનના મજબૂત વારસા સાથે ગોદરેજ એગ્રોવેટ ભારતના ન્યુટ્રિશન, એગ્રી-ઇકોનોમી અને ઉભરતા ગ્રાહક વર્ગોને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અમે આ મિશનને વેગ આપવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છીએ.”
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના કોર્પોરેટ અફેર્સના ગ્રૂપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામીએ કહ્યું હતું કે, “MoFPIની ભવિષ્યલક્ષી નીતિઓ અને ટકાઉ એગ્રી-ફૂડ ઇકોસિસ્ટમ પ્રત્યે સરકારની મજબૂત કટીબદ્ધતાથી પ્રેરિત ભારતનું ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર અભૂતપૂર્વ રોકાણોને આકર્ષિત કરી રહ્યું છે. ઇનોવેશન-આધારિત વિકાસને પ્રોત્સાહન આપતી વખતે પેકેજ્ડ ફૂડ્સ વિશે ગેરસમજોને દૂર કરવાનો MoFPIનો સંકલ્પ પણ એટલો જ પ્રેરણાદાયક છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ ખાતે અમને આ પરિવર્તનમાં ભાગીદાર બનવાનો ગર્વ છે અને આજનો એમઓયુ તે સહિયારા વિઝનનો મજબૂત પુરાવો છે.”
નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના સાથે આ સુવિધા પ્રાદેશિક વિકાસ તેમજ કૌશલ્યવર્ધન સાથે રોજગાર સર્જનમાં પણ યોગદાન આપશે.