એક જ રાતમાં ગાઝા પર ઈઝરાયલના ૧૪૦ હુમલા કર્યા

નવી દિલ્હી, ઈઝરાયેલી સેના આઈડીએફએ ફરી ગાઝામાં ભયાનક હુમલો કર્યાે છે. સેનાએ છેલ્લા ૨૪ કલાકમાં હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગેથી ૧૪૦થી વધુ સ્થળો પર હુમલા કર્યા હોવાની વિગતો સામે આવી છે.
આઈડીએફએ કહ્યું કે, આતંકવાદી જૂથોની બિલ્ડિંગો, હથિયારના સંગ્રહ સ્થળે સહિત અનેક સ્થળે હુમલા કર્યા છે. આઈડીએફની ત્રણ ડિવિઝનની ગ્રાઉન્ડ ટુકડીઓ ગાઝા સિટીમાં સતત આગળ વધી રહી છે.
ઈઝરાયલી એર ફોર્સે હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા આશરે ૧૪૦ ઠેકાણાં પર બોંબમારો કર્યાે છે, જ્યારે ઈઝરાયલી નેવીએ ગાઝાના ઉત્તર ભાગમાં ગોળીબાર કરીને હથિયારના સંગ્રહ સ્થળ અને હમાસના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી બિલ્ડિંગને ટાર્ગેટ કરી છે. સેનાએ હમાસના આતંકીઓએ બિલ્ડિંગમાં છુપાવેલા બોંબનો વીડિયો પણ જાહેર કર્યાે છે.
ઈઝરાયલી સેનાની ત્રણ ડિવિઝન ટુકડીએ ગાઝામાં સતત આગળ વધી રહી છે અને હુમલાઓ શરૂ કરી દીધા છે. આઈડીએફની ૩૬મી ડિવિઝને હમાસ દ્વારા સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા અનેક બિલ્ડિંગનો ખાતમો બોલાવી દીધો છે, જ્યારે ૯૮મી ડિવિઝને આઈડીએફ પર બોંબમારો કરનાર હમાસના એક સભ્યને ઠાર કરી દીધો છે. આ ઉપરાંત આઈડીએફની ૧૬૨મી ડિવિઝને હમાસના અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે.
આઈડીએફે સ્પષ્ટ કહ્યું છે કે, હમાસ જેવા આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખીશું. સેનાની ભૂમિ સેનાએ હમાસીઓ દ્વારા જાળ બિછાવાયેલ અનેક બોંબ નષ્ટ કરી દીધા છે અને આતંકીઓને ઠાર કર્યા છે.
આઈડીએફે આતંકીઓને અટકાવવા માટે કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યાે છે. તેણે એમ પણ કહ્યું છે કે, ગાઝામાં હાલત ગંભીર છે, રાહત કામગીરી વધુ ઝડપી બનાવવાની જરૂર છે.SS1MS