હું માસ્ક પહેરીને જીવતી હતીઃ સામંથા રૂથ પ્રભુ

મુંબઈ, જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ વીતેલા દિવસોને યાદ કર્યા હતા.દક્ષિણ ભારતીય ઉદ્યોગમાં પોતાના કામથી ઓળખ મેળવનારી અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુએ પણ ડિજિટલ ડેબ્યૂ કર્યું છે.
તે ‘ફેમિલી મેન ૨’ અને ‘સિટાડેલઃ હની બની’માં જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત, અભિનેત્રી તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે પણ જાણીતી છે.
હવે, તેની તાજેતરની પોસ્ટે બધાને આશ્ચર્યચકિત કર્યા છે કારણ કે તેણીએ તેના ૨૦ અને ૩૦ ના દાયકાના અનુભવો શેર કર્યા છે. અભિનેત્રીએ તેના વીસી અને ત્રીસના દાયકામાં અનુભવેલા માનસિક અને ભાવનાત્મક ફેરફારો વિશે સ્પષ્ટપણે વાત કરી.અભિન્તેરીએ કહ્યું કે કોઈએ મને કહ્યું નહી કે હું સંપૂર્ણ છુ.
અને હું સતત એ પકડવા દોડતી રહી. અભિનેત્રીએ સમજાવ્યું કે વીસીના દાયકામાં, તે સતત દોડાદોડ કરવામાં અને દુનિયા સમક્ષ પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરવામાં વ્યસ્ત રહેતી હતી.
તેણીએ સ્વીકાર્યું કે તેણીએ માસ્ક પહેર્યાે હતો. તે બહારથી જે દેખાતી હતી તે નહોતી. તેણીએ આ બેવડું જીવન જીવવાનું સ્વીકાર્યું.પરંતુ જેમ જેમ તેણી ત્રીસીના દાયકામાં પહોંચી, તેણીએ ઊંડી શાંતિનો અનુભવ કર્યાે. આ પરિવર્તનથી તેણી પોતાને અને તેણીની લાગણીઓને સમજવામાં સફળ રહી.
તેણીએ ફક્ત પોતાના પર ધ્યાન કેન્દ્રિત કર્યું, બીજાઓની પરવા કર્યા વિના, પોતાના માટે જીવન જીવ્યું.અભિનેત્રીએ તેના કેપ્શનની શરૂઆત લખીને કરી, “દુનિયા કહે છે કે ૩૦ પછી, બધું નીચે જાય છે, ચહેરાનો તેજ અને સુંદરતા અદૃશ્ય થઈ જાય છે…પરંતુ બધું પ્રાપ્ત કરવાની ઉતાવળમાં, સંપૂર્ણ સ્વાસ્થ્ય, એક સંપૂર્ણ શરીર અને સંપૂર્ણ સમય બધું ખોવાઈ ગયું.”
અભિનેત્રી આગળ લખે છે, “મારા વીસીના દાયકા ઘોંઘાટ અને બેચેનીથી ભરેલા હતા, મેં તે દોડવામાં વિતાવ્યો. કોઈએ મને કહ્યું નહીં કે હું પહેલેથી જ સંપૂર્ણ છું, કોઈએ મને કહ્યું નહીં કે પ્રેમ.સાચો પ્રેમ.મને હું જે રીતે છું તે રીતે શોધી કાઢશે.SS1MS