જાહ્નવી કપૂરની એવરેજ ફિલ્મ દેવરાની સીકવલની જાહેરાત

મુંબઈ, જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆરની એવરેજ ફિલ્મ ‘દેવરા’ નો બીજો ભાગ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. આ ફિલ્મ એક વર્ષ પહેલાં રજૂ થઈ ત્યારે જ તેને ‘દેવરા પાર્ટ વન’ તરીકે ઓળખાવાઈ હતી.
આથી તેના બીજા ભાગની જાહેરાતની રાહ જોવાતી જ હતી. ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે જાહ્નવી અને સૈફ અલી ખાન પણ રીપિટ થઈ શકે છે. બોલીવૂડમાં ટિકિટબારી પર સફળતાની ખાતરીની દ્રષ્ટિએ ખાસ કશું ઉકાળી નહીં શકેલી જાહ્વવીને આ ફિલ્મથી સાઉથમાં પોતે મોટાપાયે છવાઈ જશે તેવી આશા હતી.
જોકે, આ ફિલ્મ સાઉથમાં તેનાં ૩૦૦ કરોડનાં બજેટની આસપાસ જ કમાણી કરી શકી હતી. હિંદીમાં તેની કમાણી આશરે ૬૦થી ૭૦ કરોડ રહી હતી. ફિલ્મની પ્રચાર ટીમે તે મોટાપાયે હિટ હોવાનું ગણાવ્યું હતું. જોકે, લોકોએ ફિલ્મમાં જાહ્વવીની એક્ટિંગ સાવ કંગાળ હોવાની ટીકાઓ પણ કરી હતી.SS1MS