‘કાંતારા ચેપ્ટર-૧’એ એડવાન્સ બુકિંગમાં જ કરોડો છાપી લીધા

મુંબઈ, સાઉથની ફિલ્મો બોલિવુડ પર ભારે જ પડી છે, તેમાં પછી બાહુબલી હોય, સાલાર હોય, કેજીએફ હોય કે પછી કાંતારા હોય! આ ફિલ્મોએ બોલિવુડને પાણી ભરાવ્યું છે. તેનું એક કારણ પણ છે કે, બોલિવુડ એક જ થીમ પર અલગ અલગ ફિલ્મો બનાવે છે.
કોઈ નવા પ્રોજેક્ટ પર બોલિવુડવાળા કામ કરતા જ નથી. એક વાત તો નક્કી જ છે કે, હવે લોકો માત્ર એક્ટરના ચહેરાને જોઈને ફિલ્મ જોવા નથી જતા હવે લોકોને કહાણી જોવી પસંદ છે, જો કહાણી સારી નહીં હોય તો ફિલ્મ માંડ બજેટ જેટલી જ કમાણી કરી શકશે. પરંતુ સાઉથની વાત અલગ છે. કારણે કે સાઉથની લો બજેટની ફિલ્મો પણ ધૂમ મચાવી જાય છે.
કાંતારા બાદ હવે કાંતારા ચેપ્ટર ૧ હવે બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે. રિપોટ્ર્સ પ્રમાણે સાઉથ સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ‘કાંતારાઃ અ લેજન્ડ ચેપ્ટર-૧’ અત્યારે ચર્ચામાં આવી છે.
આ ફિલ્મે રિલીઝ થયા પહેલા જ મેકર્સને ધૂમ કમાણી કરી આપી છે. એડવાન્સ બુકિંગમાં ‘કાંતારાઃ અ લેજન્ડ ચેપ્ટર-૧’એ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે ‘કાંતારાઃ અ લેજન્ડ ચેપ્ટર-૧’ના ૫,૧૯૫ શો બુક થઈ ગયાં છે.
એટલું જ નહીં પરંતુ ૧,૩૧,૫૨૭ ટિકિટો પણ વેચાઈ ગઈ છે. ‘કાંતારાઃ અ લેજન્ડ ચેપ્ટર-૧’એ રિલીઝ થયા પહેલા જ ૮.૧૧ કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, સૌથી વધારે કન્નડ ભાષામાં વેપાર થયો છે. માત્ર કન્નડ ભાષામાં જ ૧,૧૮,૪૪૧ ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે. હિંદીની વાત કરવામાં આવે તો, ૧૦,૫૦૩ ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે.
આ આંકડો હજી પણ વધી શકે છે. ઋષભ શેટ્ટીની ‘કાંતારાઃ અ લેજન્ડ ચેપ્ટર-૧’ અને વરૂણ-જાહ્નવીની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ બોક્સ ઓફિસ પર એક જ દિવસે રિલીઝ થઈ રહી છે.
કંઈ ફિલ્મ વધારે કમાણી કરશે તે તો ૨જી ઓક્ટોબર દર્શકો જ નક્કી કરવાના છે.ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારાનો પહેલો ભાગ ૨૦૨૨માં રિલીઝ થયો હતો. માત્ર ૧૪ કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અધધ ૪૦૦ કરોડથી પણ વધારે રપિયા છાપ્યાં હતાં.
અત્યારે ‘કાંતારાઃ અ લેજન્ડ ચેપ્ટર-૧’થી પણ બંપર કમાણીની આશા છે. શું ‘કાંતારાઃ અ લેજન્ડ ચેપ્ટર-૧’ પહેલા ભાગનો રેકોર્ડ તોડી શકશે? આ વખતે ફિલ્મમાં ઋષભ શેટ્ટી સાથે ગુલશન દેવૈયા, જયરામ અને રુક્મિણી વસંત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.SS1MS