રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી-સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય તપાસણી

અમદાવાદ, ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ અભિયાન હેઠળ ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર, ગોધાવી , નાની દેવતી ગામમાં પોષણ માહ અંતર્ગત ગામોની આંગણવાડી કેન્દ્રોમાં પુર્ણા યોજના અંતર્ગત શાળાએ જતી અને ન જતી કિશોરીઓ ની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ ગામોમાં કિશોરીઓની હિમોગ્લોબિન ની ચકાસણી કરવામાં આવી હતી. વઘુમાં પોષણ યુક્ત આહાર માટે આંગણવાડી કેન્દ્રોમાં પુર્ણાશક્તિમાંથી વિવિધ વાનગી નિદર્શન અને મળતા પોષક તત્વો અંગે વિગતે સમજ આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં સાણંદ તાલુકાના ગામોમાં પોષણ માહ અંતર્ગત આરોગ્ય વિશે વિગતે સમજ અપાઇ હતી.