જેમના પર ગંભીર આક્ષેપો લાગ્યા છે તેવા અને નિષ્ક્રિય થઇ ચુકેલા મંત્રીઓને હટાવવામાં આવશે

દશેરા પહેલા ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફારની શક્યતા
ગાંધીનગર, થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલને દિલ્હીથી તેડું આવ્યું અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓ ગુજરાતના અનેક મામલે ચર્ચા કરી હોય તેવી શક્યતા છે. જેમાં મુખ્ય મામલો તો ગુજરાતનાં નવા પ્રદેશ પ્રમુખ અને ગુજરાત સરકારના વિસ્તરણનો હોઇ શકે છે. આ મુલાકાતમાં ગુજરાતમાં આવનારા મોટા રાજકીય ઉથલપાથલ પહેલાની રણનીતિની રચના હોય તેવી શક્યતા છે.
દિલ્લીમાં CM ભૂપેન્દ્ર પટેલે PM મોદી સાથે કરી મુલાકાત કરી હતી. ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પીએમ મોદીને મળ્યા બાદ ખુશ મિજાજમાં બહાર આવતા જોવા મળ્યા હતા.
દિલ્હી ખાતે પીએમ મોદી સાથેની મુલાકાત ખુબ જ સકારાત્મક રહી હોય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હીનો પ્રવાસ ખુબ જ સકારાત્મક રહ્યો હોય તેવું તેમના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુત્રો અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત ભાજપ સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી ખાતે હાજર રહ્યાહ તા. તેમણે મંત્રીમંડળના વિસ્તરણથી માંડીને નવા પ્રદેશ પ્રમુખ સહિતના મામલે પણ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોતે પીએમ સાથેની મુલાકાત અંગેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. આ ઉપરાંત પીએમઓ દ્વારા પણ આ અંગેની અધિકારીક પોસ્ટ કરવામાં આવી હતી.
સુત્રો અનુસાર આ મુલાકાત બાદ હવે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં રહી છે. અમિત શાહ, પીએમ મોદી, રત્નાકર અને ભુપેન્દ્ર પટેલ વચ્ચે મહામંથન બાદ આખરે પ્રદેશ પ્રમુખનું નામ ફાઇનલ થઇ ચુક્યું છે. આ ઉપરાંત મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે.
જેના પગલે હવે નોનપર્ફોમર મંત્રીઓ, જેમના પર ગંભીર આક્ષેપો લાગ્યા છે તેવા અને તબિયત સહિતનાં કારણોથી નિષ્ક્રિય થઇ ચુકેલા મંત્રીઓને હટાવવામાં આવશે. આ ઉપરાંત જાતીગત અને પ્રમાણમાં યુવાન હોય તેવાચ હેરાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં અધિકારીઓના પર્ફોમન્સ અંગે પણ ચર્ચા થઇ હતી.