PM મોદીએ ટ્રમ્પના હમાસ-ઇઝરાયલ યુદ્ધને રોકવા માટે લીધેલા પગલાનું સ્વાગત કર્યું

File Photo
ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ-ઇઝરાયલ યુદ્ધને રોકવા માટે બનાવી યોજના-ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી
(એજન્સી)નવીદિલ્હી,
ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ-ઇઝરાયલ સંઘર્ષને ઉકેલવા માટે ગાઝા શાંતિ યોજનાનો પ્રસ્તાવ મૂક્્યો છે. જેને લઈને મોદીએ પણ ટ્રમ્પની આ યોજનાને પણ સમર્થન આપ્યું છે. જાણો શું છે આ યોજના હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્ત થવાના આરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં શાંતિ લાવવા માટે શાંતિ યોજનાનો પ્રસ્તાવ મૂક્્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ દરમિયાન, મોદીએ પણ ટ્રમ્પની ગાઝા યોજનાને જાહેરમાં સમર્થન આપ્યું છે.
મોદીએ ટ્રમ્પના પગલાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, ભારત તેમને સંપૂર્ણ સમર્થન આપે છે અને ટ્રમ્પની પહેલમાં બધા એક થશે. જણાવી દઈએ કે, આ અગાઉ, આઠ દેશોએ પણ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને ટેકો આપ્યો છે.
મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક વ્યાપક યોજનાની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. તે પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્ર માટે લાંબા ગાળાની અને ટકાઉ શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે એક વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે.
અમને આશા છે કે, સંબંધિત તમામ પક્ષો રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલમાં એક થશે અને સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે.
ભારતની સાથે, ઘણા મુસ્લિમ દેશોએ પણ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાનું સ્વાગત કર્યું છે. કતાર, જોર્ડન, યુએઈ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા અને ઇજિપ્તના વિદેશ પ્રધાનોએ ગાઝા યુદ્ધને સમાપ્ત કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસોનું સ્વાગત કરતું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ૨૦-મુદ્દાની ગાઝા યોજના તૈયાર કરી છે.
આ યોજના હેઠળ, તે સ્પષ્ટ છે કે, બધા બંધકોને ૭૨ કલાકની અંદર મુક્ત કરવામાં આવશે અને ગાઝામાં એક કામચલાઉ સરકાર પુનઃસ્થાપિત કરવામાં આવશે.
ઇઝરાયલનો ગાઝા પર નિયંત્રણ રહેશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ગાઝા માટે શાંતિ બોર્ડના અધ્યક્ષ રહેશે. ઇઝરાયલ આ માટે સંમત છે અને હમાસની સંમતિની રાહ જોઈ રહ્યું છે. જો હમાસ ગાઝા યોજના સાથે સંમત ન થાય, તો અમેરિકા હમાસને ખતમ કરવામાં ઇઝરાયલને સંપૂર્ણ સમર્થન આપશે.