Western Times News

Gujarati News

H1-B વિઝા લોટરી સિસ્ટમને બદલે, પગારધોરણ અને કામદારની લાયકાતને વધુ મહત્ત્વ આપવામાં આવી શકે છે

એચ-૧બી વિઝામાં ફી વધારા બાદ હજુ પણ મોટા ફેરફારની શક્યતા

(એજન્સી)વોશ્ગિટન, અમેરિકામાં ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝાની ફી અનેકગણી વધારીને ૧,૦૦,૦૦૦ અમેરિકી ડોલર કરી દીધી છે. ત્યારે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે એચ-૧બી વિઝા નિયમો વિશે એક મોટી વાત કહી છે. લુટનિકે જણાવ્યું છે કે ફેબ્રુઆરી ૨૦૨૬ પહેલાં એચ-૧બી વિઝા પ્રક્રિયામાં ઘણા ફેરફારો થશે.

હોવર્ડ લુટનિકે વર્તમાન વિઝા પ્રક્રિયાને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે. તેમણે ઓછા ખર્ચે આવતા ટેક્નિકલ કન્સલ્ટન્ટ્‌સને અમેરિકામાં પ્રવેશવાની અને તેમના પરિવારોને સાથે લાવવાની પરવાનગી સામે પણ વાંધો ઉઠાવ્યો છે. લુટનિકે મીડિયાને જણાવ્યું કે, ‘આ પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૨૬માં લાગુ થશે,

લુટનિકે સંકેત આપ્યા છે કે અમેરિકી સરકાર એચ-૧બી વિઝા હેઠળની લોટરી સિસ્ટમને સમાપ્ત કરી શકે છે. લોટરી સિસ્ટમની ટીકા કરતા લુટનિકે સવાલના અંદાજમાં કહ્યું કે, શું કોઈ દેશે લોટરી દ્વારા કુશળ કામદારોને પોતાના દેશમાં લાવવા જોઈએ? તેમણે કહ્યું કે એચ-૧બી વિઝા લોટરી સિસ્ટમને સુધારવી જોઈએ અને અમેરિકાએ નોકરીઓ ફક્ત સૌથી કુશળ લોકોને જ આપવી જોઈએ.

મંત્રી લુટનિકે કહ્યું, ‘કંપનીઓએ એવા ટેÂક્નકલ કન્સલ્ટન્ટ્‌સ અને ટ્રેઈનીને રાખવાનો વિચાર છોડી દેવો જોઈએ જેઓ ઓછા ખર્ચે આવતા હોય. આ વિશે મારો મત પાકો છે. મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દાઓ પર મારી સાથે છે.

મારું માનવું છે કે ઓછા ખર્ચે આવતા ટેÂક્નકલ કન્સલ્ટન્ટ્‌સ આ દેશમાં આવે અને તેમના પરિવારોને પણ લાવે, તે મને બિલકુલ ખોટું લાગે છે અને હું તેને યોગ્ય માનતો નથી.’ નોંધનીય છે કે, એચ-૧બી વિઝાની વધેલી ફીની ભારતીયો પર મોટી અસર થશે. એચ-૧બી વિઝા પ્રક્રિયા ૧૯૯૦માં શરૂ કરવામાં આવી હતી.

સંભવિત મોટા ફેરફારોમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

  • પસંદગીના માપદંડમાં બદલાવ: વિઝા લોટરી સિસ્ટમને બદલે, પગારધોરણ અને કામદારની ઉચ્ચ લાયકાતને વધુ મહત્ત્વ આપવામાં આવી શકે છે.
  • ડિગ્રી અને પગારની મર્યાદા: H-1B વિઝા મેળવવા માટે ન્યૂનતમ પગારની મર્યાદામાં વધારો કરવો અને માત્ર ચોક્કસ પ્રકારની ઉચ્ચ ડિગ્રી ધરાવતા અરજદારોને જ પ્રાથમિકતા આપવી.
  • કંપનીઓ ખરેખર વિદેશી કર્મચારીઓની જરૂરિયાત શા માટે છે, તેનું સખત મૂલ્યાંકન કરવામાં આવે.

આ પહેલાં વિઝા ફીમાં વધારો કરીને અમેરિકાએ મોટી કંપનીઓ પર બોજ વધાર્યો છે. હવે જો આ સૂચિત ફેરફારો અમલમાં મુકાય, તો H-1B વિઝા પર અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે પ્રક્રિયા વધુ મુશ્કેલ બની શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ પર ભારતીય IT ઉદ્યોગ અને કર્મચારીઓ બારીકાઈથી નજર રાખી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.