Western Times News

Gujarati News

પાકિસ્તાની સેના પર મોટો હુમલો, BLAના બળવાખોરોએ બે ચોકી હચમચાવી

નવી દિલ્હી, બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યાે છે કે બલૂચિસ્તાનના કલાત અને તુર્બતમાં બે અલગ અલગ હુમલાઓમાં પાકિસ્તાનના છ સૈનિકો માર્યા ગયા છે.

બીએલએના લડાકુઓ આધુનિક અને સ્વચાલિત હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનની સેનાને નિશાન બનાવ્યા. બીએલએ આ હુમલાઓને પાકિસ્તાનની સેના સામે આઝાદીની લડાઈ ગણાવી હતી.હુમલાઓની જવાબદારી લેતા બલૂચ લિબરેશન આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બલોચ લિબરેશન આર્મીના સ્વતંત્રતા સેનાનીઓએ કલાત અને તુર્બતમાં બે અલગ અલગ હુમલાઓમાં દુશ્મન પાકિસ્તાની દળોને નિશાન બનાવ્યા હતા.

જેમાં ભારે નુકસાન થયા બાદ સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તુર્બતના અબસાર વિસ્તારમાં એક લશ્કરી ચોકીને નિશાન બનાવીને એક અલગ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો.’

બલૂચ લિબરેશન આર્મીએ અગાઉ સમગ્ર પ્રાંતમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને કથિત ગુપ્તચર એજન્સીઓ સામે અનેક કાર્યવાહીની જવાબદારી સ્વીકારી છે. અગાઉના બીએલએ સાત અલગ અલગ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સ્નાઈપર ફાયર, ગ્રેનેડ હુમલાઓ કર્યા હતા.

૨૧મી સપ્ટેમ્બરના રોજ બલૂચ લિબરેશન આર્મીદ્વારા ક્વેટામાં શેખ ઝાયેદ હોસ્પિટલ નજીક એક પોલીસકર્મીની અટકાયત કર્યાની જાણ કરી. બલૂચ લિબરેશન આર્મીએ પોલીસકર્મીના હથિયારો જપ્ત કર્યા અને પછી તેને છોડી મૂક્યો. તે જ રાત્રે ધાદરના કંબારી બ્રિજ પર વિસ્ફોટકોથી ગેસ પાઇપલાઇનનો નાશ કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈન્ય અને અર્ધલશ્કરી દળો સામે પોતાની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે અને ઘણીવાર બલૂચિસ્તાનમાં આક્રમણ સામે બદલો લેવા તરીકે પોતાની કાર્યવાહી દર્શાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.