યુએસમાં તજજ્ઞ તબીબ-શિક્ષણવિદ આવકાર્ય, પરંતુ ટેક એન્જિનિયરની જરૂર નથીઃ લુટનિક

વોશિંગ્ટન, ભારતીયોને ટાર્ગેટ કરવાના હેતુથી જ ટ્રમ્પ સરકારે એચ૧બી વિઝા ફી એક લાખ ડોલર કરવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. ભારત સરકારે વિઝા ફીમાં ફેરફાર માટે કવાયત શરૂ કરી છે ત્યારે ટ્રમ્પના ખાસ વિશ્વાસુ અને કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે દાવો કર્યાે છે કે, ફેબ્›આરી ૨૦૨૬ પહેલા એચ૧બી વિઝા પ્રોસેસમાં સંખ્યાબંધ મહત્ત્વના ફેરફારો આવશે.
વિદેશથી અમેરિકામાં આવતા સસ્તા ટેક કન્સલ્ટન્ટના બદલે તજજ્ઞ તબીબ અને શિક્ષણવિદને એચ૧બી વિઝા મળવા જોઈએ. ભારતમાંથી હજારો લોકો કામચલાઉ વર્ક વિઝા પર અમેરિકામાં રોજગારી મેળવી રહ્યા છે અને પરિવાર સાથે વસવાટ કરે છે.
વિઝા ફીમાં વધારાની સૌથી મોટી અસર આવા ભારતીયોને થવાની છે ત્યારે યુએસ સરકારે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, વર્તમાન એચ૧બી વિઝા ધારકોને નવી જોગવાઈ લાગુ પડશે નહીં અને એક લાખની ફી માત્ર નવા વિઝા અરજદારો પાસેથી લેવામાં આવશે. ફેબ્›આરી ૨૦૨૬થી આ જોગવાઈનો અમલ થવાનો છે ત્યારે લુટનિકે ગાઈ-વગાડીને તેના ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું છે.
લુટનિકે જણાવ્યુ હતું કે, ૨૦૨૬ પહેલા નોંધપાત્ર ફેરપારો જોવા મળશે. સૌથી મોટો ફેરફાર તો એ આવશે કે, એચ૧બી વિઝાને લોટરીની જેમ અપાય છે, પરંતુ આ લોટરી નથી. ફેબ્›આરી મહિના સુધીમાં લોટરી સીસ્ટમ પણ ઉકેલાઈ જશે. મોટી ટેક કંપનીઓ કુશળ કામદારોને લોટરી પદ્ધતિની મદદથી અમેરિકા બોલાવે છે.
૧૯૯૦ના વર્ષમાં એચ૧બી વિઝાની પ્રક્રિયા સર્વ સંમતિથી નક્કી થઈ હતી, પરંતુ તેનો સમગ્ર હેતુ માર્યાે ગયો છે અને હવે પરિવર્તનની જરૂર છે. વિઝા લેનારા લોકોમાંથી ૭૪ ટકા ટેક કન્સલ્ટિંગ ક્ષેત્રના હોય છે.
એચ૧બી માત્ર ટેક કન્સલ્ટન્ટ માટે નથી. શિક્ષણવિદો અને તબીબોને તો માત્ર ૪ ટકા વિઝા જ મળે છે. ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા તજજ્ઞ તબીબો અને શિક્ષણવિદોએ અમેરિકા આવવું જોઈએ, પરંતુ કંપનીઓની ઈચ્છા માત્ર એન્જિનિયર્સને લેવાની હોય તો તેમણે વધારે નાણા ચૂકવવા તૈયાર રહેવું જોઈએ.SS1MS