‘ઓમકારા’ ફિલ્મના લંગડા ત્યાગી પર ફિલ્મ બનશે

મુંબઈ, વિશાલ ભારદ્વાજે ૨૦૦૬માં અજય દેવગન, કરીના કપૂર ખાન, કોંકણા સેન શર્મા, વિવેક ઓબેરોય, બિપાશા બાસુ અને નસીરુદ્દીન શાહ સહિતની દમદાર કાસ્ટ લઇને ‘ઓમકારા’ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ કુમાર મંગત પાઠક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મ વિલિયમ શેક્સપિઅર દ્વારા લિખિત નાટક ‘ઓથેલો’ પર આધારીત હતી.
આ ફિલ્મને વિવિધ કેટેગરીમાં નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. આ ફિલ્મના પાત્રોને વિવેચકોએ ઘણા વખાણ્યા હતા. ખાસ તો સૈફ અલી ખાને ભજવેલું પાત્ર લંગડા ત્યાગી ઘણું લોકપ્રિય થયું હતું. આ ફિલ્મના ૧૯ વર્ષ પછી કુમાર મંગત અને અભિષેક પાઠક આ પાત્રના સ્પિન ઓફની ફિલ્મ બનાવી રહ્યા છે. સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “લંગડા ત્યાગીનું પાત્ર આજે પણ લોકો યાદ કરે છે.
આજે પણ આ પાત્રના મીમ્સ બને છે.૧૯ વર્ષ પછી હવે કુમાર મંગત અને અભિષેક પાઠક લંગડા ત્યાગીના સ્પિન ઓફની તૈયારી કરી રહ્યા છે. તેમને એક આઇડિયા મળી ગયો છે અને તે વિચાર સહજ રીતે જ ઓમકારાની દુનિયા સાથે જોડાઈ શકે છે.
એ જ રીતે તે લંગડા ત્યાગીનું પાત્ર પણ તેની સાથે મેળ ખાય છે.” સુત્રએ આગળ જણાવ્યું કે, “લંગડા ત્યાગી માટેનું કામ હાલ પૂર જોશમાં ચાલે છે તેઓ ઇચ્છે છે કે ૨૦૨૬માં તેઓ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દે. એવી પણ શક્યતા છે કે સૈફ અલી ખાન આ ફિલ્મમાં પાછો ફરી શકે છે. જોકે, આ ફિલ્મની કાસ્ટિંગ અંગે હજુ કોઈ જ વાત જાહેર કરવામાં આવી નથી.’’SS1MS