અક્ષય ખન્ના ફિલ્મ ‘મહાકાલી’માં અસુર ગુરુ શુક્રાચાર્યની ભૂમિકા ભજવશે

મુંબઈ, બોલિવૂડના એક્ટર અક્ષય ખન્ના કોઇ પણ પાત્ર ભજવવા માટે જાણીતો છે. તેનો લુક દરેક ફિલ્મોમાં જુદો-જુદો હોય છે. ફિલ્મ ‘છાવા’માં ઔરંગઝેબની ભૂમિકા ભજવ્યા બાદ અક્ષય ખન્ના તેની નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે.
જણાવી દઈએ કે, તેની આવનારી ફિલ્મનું નામ છે ‘મહાકાલી’. હાલમાં જ આ ફિલ્મમાં અક્ષયનો ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે, જેમા તેને ઓળખવો પણ ખૂબ જ મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. ‘મહાકાલી’ ફિલ્મમાં તે ગુરુ શુક્રાચાર્યની ભૂમિકામાં નજર આવશે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હવે પૌરાણિક ફિલ્મોનો પ્રભાવ વધશે. ટૂંક સમયમાં અક્ષય ખન્નાની મહાકાલી ફિલ્મ પણ રિલીઝ થવાની છે.
આ ફિલ્મમાં અક્ષયે ગુરુ શુક્રાચાર્યની ભૂમિકા ભજવવા માટે તેણે પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. તે ફિલ્મમાં જટાધારી ઋષિના વેશમાં નજર આવશે. સફેદ અને લાંબા વાળ અને દાઢીની સાથે દિવ્ય દૃષ્ટિ અને કપાળ પર મહાકાલનો તિલક જોવા મળે છે.
અક્ષય ખન્નાનો આ અંદાજ તેના ચાહકોના મન પર એક અલગ છાપ છોડી રહી છે. અક્ષયના આ પોસ્ટરે ઘણા ચાહકોના દિલ જીતી લીધા.‘હનુમાન’ ફેમ ડાયરેક્ટર પ્રશાંત વર્માએ અક્ષય ખન્નાની મહાકાલીનો ફર્સ્ટ લુક શેર કર્યાે હતો.
પ્રશાંત કેપ્શનમાં લખ્યું ‘દેવો કી છાયા મે, ક્રાંતિ કી સબસે ચમકતી હુઈ જવાલા ઉભરી. અસુરગુરુ શુક્રાચાર્ય’ આ ફિલ્મથી અક્ષયની તેલુગુ સિનેમામાં એન્ટ્રી થઈ છે. આ ફિલ્મ પહેલા અક્ષય ખન્ના વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકામાં ભજવી હતી.
ત્યારે પણ અક્ષયના લુક અને અંદાજે બધાના દિલ જીતી લીધા હતા. ચાહકો પણ અક્ષય ખન્નાને આ ભૂમિકામાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. યુઝર્સ કહે છે કે અક્ષય ઘણીવાર એવું કંઈક કરે છે જેનાથી ફક્ત “વાહ!” કહેવાનું મન થાય છે.
કેટલાકે લખ્યું, “આ એક પરફેક્ટ કાસ્ટિંગ છે. અક્ષય ખન્ના ફક્ત એક પોસ્ટરથી જ હલચલ મચાવે છે; ટ્રેલરની કોઈ જરૂર નથી.” દર્શકો પહેલાથી જ ફિલ્મ માટે પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે.SS1MS