Western Times News

Gujarati News

ટાટા કેપિટલ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 6 ઓક્ટોબર, 2025ના રોજ ખૂલશે

અમદાવાદ, ટાટા કેપિટલ લિમિટેડ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભે સોમવાર, 6 ઓક્ટોબર, 2025ના રોજ તેની બિડ/ઓફર ખોલશે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 310થી રૂ. 326 નક્કી કરવામાં આવ્યો છે (“Price Band”). બિડ્સ લઘુતમ 46 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 46 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

 આઈપીઓમાં 47,58,24,280 સુધીના ઇક્વિટી શેર્સ (“Total Offer Size”)ની ઓફરનો સમાવેશ થાય છે જેમાં 21,00,00,000 સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (“Fresh Issue”) અને 26,58,24,280 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (“Offer for Sale”) સામેલ છે.

 વેચાણકર્તા શેરધારકોમાં ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ (the “Promoter Selling Shareholder”) 23,00,00,000 સુધીના શેર્સ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (the “Investor Selling Shareholder”) 3,58,24,280 સુધીના ઇક્વિટી શેર્સનું વેચાણ કરી રહ્યા છે.

 એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ શુક્રવાર, 3 ઓક્ટોબર, 2025 છે અને બિડ/ઓફર બુધવાર, 8 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો ઉપયોગ ઓનવર્ડ લેન્ડિંગ સહિત કંપનીની ભવિષ્યની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેના ટિયર-1 કેપિટલ બેઝને વધારવા માટે કરવાની યોજના ધરાવે છે (the “Object of the Offer”).

 ઇક્વિટી શેર્સ મુંબઈમાં મહારાષ્ટ્રના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં (the “ROC”) 26 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (the “Red Herring Prospectus”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE”) પર લિસ્ટ કરવાની યોજના છે.

 કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, બીએનપી પારિબા, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી), જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (the “BRLMs“).

 અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ ટર્મ્સનો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.

 આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચેલા અને સુધારેલા (the “SCRR”) સાથે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1) ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં નેટ ઓફરના કમસે કમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. કંપની સેબી આઈસીડીઆર નિયમનો મુજબ બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે (“Anchor Investor Portion”) .

એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે (“Anchor Investor Allocation Price”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત, નેટ ઓફરના લઘુતમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (the “Non-Institutional Portion”) ને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જે પૈકી એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયન અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકી ગમે તેમાં અનસબ્સ્ક્રાઇબ થયેલો હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ કેટેગરીઝમાં રહેલા બિડર્સને ફાળવવામાં આવી શકે છે, એ શરતે કે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.) અને નેટ ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સને (“Retail Portion”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં ભાગ લેવા માટે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે અને તેમના સંબંધિત ASBA ખાતા (અહીં જણાવ્યા મુજબ) અને યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરી રહેલા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ) ની વિગતો આપવાની રહેશે જેમાં સંબંધિત બિડની રકમ જેટલી રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ દ્વારા બ્લોક કરવાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પેજ 759 પર “Offer Procedure” વાંચો.

Disclaimer:  TATA CAPITAL LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the Red Herring Prospectus with RoC on September 26, 2025. The Red Herring Prospectus is available on the website of SEBI at www.sebi.gov.in, as well as on the websites of the Stock Exchanges i.e. BSE and

NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.tatacapital.com; and on the websites of the BRLMs, i.e. Kotak Mahindra Capital Company Limited, Axis Capital Limited, BNP Paribas, Citigroup Global Markets India Private Limited, HDFC Bank Limited, HSBC Securities and Capital Markets (India) Private Limited, ICICI Securities Limited, IIFL Capital Services Limited (formerly known as IIFL Securities Limited), J.P. Morgan India Private Limited and SBI Capital Markets Limited at https://investmentbank.kotak.com, www.axiscapital.co.in, www.bnpparibas.co.in,

www.online.citibank.co.in/rhtm/citigroupglobalscreen1.htm, www.hdfcbank.com, www.business.hsbc.co.in, www.icicisecurities.com , www.iiflcap.com, www.jpmipl.com and www.sbicaps.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see ‘Risk Factors’ on page 49 of the Red Herring Prospectus. Potential investors should not rely on the UDRHP-I filed with SEBI and Stock Exchanges for making any investment decision and should instead rely on the Red Herring Prospectus, for making any investment decision.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.