ફિલિપાઇન્સમાં પ્રચંડ ધરતીકંપ ૬૯ના મોત, અનેકને ઇજા: સુનામીનું એલર્ટ

મનીલા, ફિલિપાઇન્સના બોગોથી ઉત્તર પૂર્વે ૧૭ કિ.મી. દૂર થયેલા પ્રબળ ધરતીકંપે તારાજી મચાવી દીધી હતી. ગઇકાલે રાત્રે થયેલો આ પ્રબળ ધરતીકંપ રીકટર સ્કેલ ઉપર ૬.૯ની તિવ્રતાનો નોંધાયો હતો.છેલ્લી માહિતી પ્રમાણે આ ધરતીકંપમાં સમગ્ર દેશમાં મળી કુલ ૬૯ના મૃત્યુ થયા છે. ઇજાગ્રસ્તોની સંખ્યા તો ઘણી વધુ છે.
આ વિષે માહિતી આપતા ડીઝાસ્ટર પીટીગેશન ઓફિસર રેક્સ ચીગોટે જણાવ્યું હતું કે એકવા સેબુ જિલ્લામાં જ ૧૪ નાગરિકોના મૃત્યુ નોંધાયા હતા. આ સાથે એપીને ટેલિફોન ઉપર કરેલી વાતમાં તેઓએ કહ્યું હતું કે, ત્યાં મૃત્યુ આંક વધવાની પૂરી શક્યતા છે.આ ઉપરાંત ૩ કોસ્ટ ગાર્ડ એક ફાયર ફાઇટર અને એક બાળક સહિત કુલ છના, સાન-રેનિજીયો શહેરમાં મૃત્યુ થયા હતા.
તેમ શહેરના વાઈસ મેયર આલ્ફી રયન્સે પત્રકારોને જણાવ્યું હતું. આ માહિતી આપવા સાથે તેઓએ રેડીયો ઉપર પણ અપીલ દર્જ કરતાં સૌને કહ્યું હતું કે અહીં પાણીની પાઇપલાઇનો પણ તૂટી ગઈ છે.
ખાદ્ય પદાર્થાેની ભારે ખેંચ છે. અમોને મદદ કરવા સૌને વિનંતી છે.રાત્રીના સમયે થયેલા આ ધરતીકંપને લીધે વીજળી ડુલ થઈ ગઈ હતી. રાત્રીના ઓચિંતી જ ધરા ધુÙજવા લાગી હોવાથી લોકો બેબાકળા બની ઘરની બહાર દોડી ગયા હતા.આ ધરતીકંપને લીધે ઉત્તર પૂર્વના સેબુટાપીમાં અંધારપટ છવાઈ ગયો હતો.
પાકા મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. આ ટાપુનાં અન્ય શહેરોમાં પણ આવી જ ખાનાખરાબી ભરી સ્થિતિ ઉપસ્થિત થઈ હતી. જયાં પાકા મકાનોમાં પણ તિરોડી પડી ગઈ હોય ત્યાં કાચા કે પાટિયાના બનાવેલા મકાનો તો ટકી શકે જ નહીં તે સહજ છે.
ધરતીકંપ થતા સુનામી વો‹નગ પણ આપવામાં આવી હતી. પરંતુ પછીથી પાછી ખેંચાઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે તો માત્ર ૩૧ના જ મૃત્યુ નોંધાયા હતા, પરંતુ મૃત્યુ આંક વધવાની પૂરી શકયતા છે.
વાસ્તવમાં દક્ષિણ ચિલીથી શરૂ થયેલી જ્વાળામુખીઓની રિંગ ઓફ ફાયર પેસિફિકમાં પૂર્વ છોડાથી આગળ વધી એરૂ મેપ્રિકોના પેસિફિક તટથી એલાસ્કા થઈ, પૂર્વ રશિયા થઈ જાપાન અને ફિલિપાઇન્સથી દક્ષિણે છેક ન્યુઝીલેન્ડ સુધીની રિંગ ઓફ ફાયર (જ્વાળામુખીઓની રિંગમાં) પૂર્વ તરફે ફિલિપાઇન્સના મધ્યમાં આવેલુ છે.
તેથી ત્યાં વારંવાર ધરતીકંપો થાય છે.ધી ફિલિપાઇન્સ ઇન્સ્ટિટયુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સીસ્મોલોજીના ડીરેકટર ટેરેસિએ બેકોબ કાલે જણાવ્યું હતું કે, સમુદ્રમાં પહેલા જોરદાર મોજા ઊછળ્યા હતા. તેથી સુનામી- વો‹મગ જાહેર કરાઈ હતી પરંતુ પછી મોજા ઊછળતા બંધ થતાં તે ચેતવણી પાછી ખેંચાઈ હતી.આ ધરતીકંપ તેવે સમયે થયો છે કે શુક્રવારે પ્રચંડ ચક્રવાતે સમગ્ર ફિલિપાઇન્સને ધમરોળી નાખ્યું હતું.
તેમાં સેબુ અને આસપાસના વિસ્તારોમાં તો ભારે તબાહી મચી ગઈ હતી. કુલ ૨૭ના મૃત્યુ નોંધાયા હતાં. હજારો લોકોને સ્થળાંતર કરવા પડયા હતા. આ ઘા હજી રૂઝાવવાનું નામ નથી લેતો ત્યાં ધરતીકંપે નવી આફત સર્જી છે.SS1MS