અમેરિકામાં શટડાઉનથી ૭.૫૦ લાખ સરકારી કર્મચારીઓના પગાર બંધ

વોશિંગ્ટન, યુએસમાં ૧ ઓક્ટોબરથી શટડાઉન લાગુ થઈ ગયું છે જેના કારણે આવશ્યક સેવાઓ સિવાયની તમામ સરકારી કામગીરી ઠપ થઈ જતાં અમેરિકાનું અર્થતંત્ર સંકટમાં મુકાયું છે. શટડાઉનને લીધે ૭.૫૦ લાખ કર્મચારીઓના પગાર બંધ થાય તેવી સ્થિતિ છે.
કેટલીક આવશ્યક સેવાના કર્મચારીઓએ પગાર વગર કામ કરવું પડશે. સેનેટમાં ફંડિગ બિલને પસાર કરાવવામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નિષ્ફળ રહ્યા હતા. આગલી રાત્રે થયેલા મતદાનમાં બિલના સમર્થનમાં ૫૫ વોટ પડ્યા હતા અને વિરોધમાં ૪૪ વોટ હતા.
બિલને પસાર કરાવવા માટે ૬૦ વોટની જરૂર હતી. ડેમોક્રેટ્સે બિલની વિરુદ્ધમાં મત આપ્યા હતા. ૧૦૦ સભ્યોની સેનેટમાં ૫૩ રીપબ્લિકન, ૪૭ ડેમોક્રેટ્સ અને ૨ અપક્ષ સભ્યો છે. બે અપક્ષે બિલના સમર્થનમાં વોટ આપ્યા હતા, પરંતુ જરૂરી બહુમતિ મળી શકી નહતી.
અમેરિકામાં નાણાકીય વર્ષની શરૂઆત ઓક્ટોબર મહિનાથી થાય છે. આ સમયે સરકાર દ્વારા બજેટ રજૂ કરાય છે અને સરકારી ખર્ચનું આયોજન થાય છે. આ બિલ પાસ ન થાય તો સરકારને મળનારું ફંડ અટકી જાય છે અને તેની અસર સરકારી સેવાઓ પર પડે છે.
બિન આવશ્યક સરકારી સેવાઓ બંધ થઈ જાય છે, જેને શટડાઉન કહેવામાં આવે છે. યુએસના બે મુખ્ય પક્ષો ડેમોક્રેટ્સ અને રીપબ્લિકન વચ્ચે હેલ્થ કેર સબસિડી પ્રોગ્રામ બાબતે મડાગાંઠ સર્જા હતી. શાસક પક્ષની ઈચ્છા હેલ્થ કેરની સબસિડી વધારવાની હતી, પરંતુ તેના આર્થિક બોજથી સરકારની અન્ય યોજનાઓ પર અસર પડવાની આશંકા સાથે ઓબામાના રીપબ્લિકને વિરોધ કર્યાે હતો.
ટ્રમ્પના કાર્યકાળમાં અગાઉ ૨૦૧૮ અને ૨૦૧૯માં શટડાઉનની સ્થિતિ સર્જા હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર મેળવવાની તાલાવેલી ફરી જાહેર કરી છે.
ટ્રમ્પે કહ્યુ હતું કે, ૭ યુદ્ધો પૂરા કરાવ્યા હોવા છતાં તેમને નોબેલ પ્રાઈઝ ના મળે તો તે અમેરિકાનું મોટું અપમાન ગણાશે. ગાઝા પીસ પ્લાન અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હમાસે આ પ્લાન સ્વીકારવો જ પડશે. આ સાથે જ ૮ યુદ્ધ પૂરા કરાવ્યા હોવાનું ગણાશે. અગાઉ ક્યારેય કોઈએ આવું કર્યું નથી. આ પુરસ્કાર ટ્રમ્પને પોતાના માટે નહીં, પરંતુ અમેરિકા માટે જોઈતું હોવાનો દાવો કર્યાે હતો.SS1MS