લોકોને બળજબરીથી રાષ્ટ્રગીત માટે ઊભા કરવામાં આવે છેઃ મહેબૂબા

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રગીત દરમિયાન ઊભા નહીં થવાના મામલામાં પોલીસે ૧૫ યુવકોની અટકાયત કરી છે. આ ઘટનાને પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મેહબૂબા મુફ્તીએ વખોડી કાઢી છે. આ સાથે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કાશ્મીરમાં લોકોને બળજબરીથી, અહીં સુધી કે બંદૂકની અણીએ રાષ્ટ્રગીત માટે ઊભા કરવામાં આવી રહ્યા છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના વડા મુફ્તીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપે પરિસ્થિતિ જ એવી પેદા કરી છે કે લોકોને રાષ્ટ્રગીત માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. જ્યારે હું સ્ટુડન્ટ હતી તો અમે ઈચ્છાથી રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થતા હતા.
પરંતુ હવે આ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, આ સરકારની નિષ્ફળતા છે. હકીકતમાં, ૩૦મી સપ્ટેમ્બરની સાંજે શ્રીનગરના ટીઆરસી ફૂટબોલ મેદાનમાં રાષ્ટ્રગાન થયું હતું.આ દરમિયાન ત્યાં ઉપસ્થિત ૧૫ યુવકો ઊભા થયા નહીં. પોલીસે તમામ ૧૫ યુવકોની અટકાયત કરી છે.
પોલીસની આ જમીન પર શહીદ સ્મારક બનાવવાની યોજના છે, જેનાથી સ્થાનિક લોકો અને યુવાનોએ રમતગમત માટેનું મેદાન ગુમાવવું પડી શકે છે. અમારા રમતના મેદાનો છીનવવામાં આવી રહ્યા છે.SS1MS