Western Times News

Gujarati News

પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ૯૧ વર્ષે અવસાન

નવી દિલ્હી, ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં એક અમર અવાજનું અચાનક શાંત થવું, જાણે કે કોઈ મધુર રાગનું અંતિમ સ્વર થંભી ગયું હોય. પંડિત છન્નુલાલ મિશ્રા, જેઓએ ઠુમરી અને ખયાલની શૈલીને જીવંત કરીને અનેક પેઢીઓને મંત્રમુગ્ધ કરી હતી, તેમનું આજે અવસાન થતાં સમગ્ર સંગીત જગતમાં ગમગીની છવાઈ ગઈ છે.

તેમની ભાવપૂર્ણ ગાયકીએ કાશીની ગંગાની જેમ અનેકને પ્રેરણા આપી હતી.ગુરુવારે વહેલી સવારે ૪ઃ૧૫ વાગ્યે, ૯૧ વર્ષની વયે પંડિત છન્નુલાલ મિશ્રાએ અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી ઉંમર સંબંધીત બિમારીઓથી પિડાઈ રહ્યા હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહ્યા હતા.

તેમના અંતિમ સંસ્કાર આજે વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર કરવામાં આવશે, જ્યાં અનેક શ્રદ્ધાંજલિ આપનારા એકત્રિત થશે.પંડિતજીનો જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૩૬ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો.

તેમણે પ્રારંભિક સંગીત શિક્ષણ પોતાના પિતા બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી મેળવ્યું હતું. ત્યારબાદ, કિરાણા ઘરાનાના પ્રસિદ્ધ ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી ઉચ્ચત્તમ તાલીમ લઈને તેમણે પોતાની કળાને નિખારી હતી.પંડિત અનોખલાલ મિશ્રા પ્રખ્યાત તબલા વાદકના જમાઈ તરીકે પણ તેઓ જાણીતા હતા.

કાશીની પરંપરાગત માટી સાથે જોડાયેલા પંડિત છન્નુલાલે પોતાના અનોખા અને ગહન અવાજથી પૂર્વીય ઠુમરી અને પૂરબ અંગની શૈલીઓને અમરત્વ આપ્યું છે, જે આજે પણ અનેક કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.