લગ્નનું વચન આપી રેપ કર્યાનો આરોપ એ બદલો લેવાનું હથિયારઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, આરોપી સામેની રેપની એફઆઇઆર અને ચાર્જશીટ રદ કરીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્નનું વચન આપીને રેપ કરવામાં આવ્યો હોવાના આરોપ સાથેની આ એફઆઇઆર બદલો લેવાનું એક હથિયાર છે.
આ ફરિયાદ હેતુપૂર્વક કરાઈ હતી.ન્યાયાધીશ સંજય કરોલ અને એન કોટિશ્વર સિંહની બનેલી ખંડપીઠે આરોપી સામેના મધ્યપ્રદેશ હાઇકોર્ટના આદેશને રદ કર્યાે હતો. મધ્યપ્રદેશ હાઇકોર્ટે આરોપી સામેની રેપની ફરિયાદ રદ કરવાનો ઇનકાર કર્યાે હતો.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કથિત ગુના સમયે મહિલા અને પુરુષ એક સાથે નોકરી કરતાં હતાં. મહિલા એક કમ્પ્યુટર ઓપરેટર હતી, જ્યારે પુરુષ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં રિવન્યૂ ઇન્સ્પેક્ટર હતો.
પરણિત અને એક પુત્રની માતા હોવા છતાં મહિલાએ લગ્નના વચનના આધારે આરોપી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે પછી આરોપીએ મહિલા સામે ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી હતી કે મહિલા આત્મહત્યા અને દુર્વ્યવહારની ધમકીઓ આપીને હેરાન કરે છે.
પુરુષની આ ફરિયાદ પછી મહિલાને શોકોઝ નોટિસ અપાઈ હતી અને વર્તનમાં સુધારો નહીં કરે તો નોકરીમાંથી કાઢી મૂકવાની ચેતવણી અપાઈ હતી.આવી ચેતવણી પછી મહિલાએ રેપની ફરિયાદ નોંધાવી હતી.
તેને એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે ૧૫ માર્ચ ૨૦૨૩એ આરોપીએ લગ્નનું વચન આપીને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતાં અને આ પ્રકારનો દુર્વ્યવહાર એપ્રિલ સુધી ચાલુ રહ્યો હતો.સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કો શો કોઝ નોટિસ જારી કર્યા પછી જ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી, તેનાથી એવું લાગે છે કે મહિલાએ સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વક અને બદલો લેવાના હથિયાર તરીકે રેપનો કેસ દાખલ કર્યાે હતો.SS1MS