મોડાસામાં બિલ્ડર, વેપારી, ડોક્ટર્સના રહેણાંક મકાન પર તપાસ ચાલી રહી છે

મંગળવારે વહેલી સવારે અમદાવાદથી આઈ.ટીના ૨૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ૭૦ ગાડીઓના કાફલા સાથે મોડાસા આવી પહોંચ્યા હતા.
અરવલ્લી, અરવલ્લીના મોડાસામાં આયકર વિભાગની રેડ ગઈકાલે પડી હતી જેમાં છેલ્લા ૨૮ કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે આ કામગીરી, બીજા દિવસે પણ આઇટીનું સર્ચ યથાવત રહ્યું છે, આઇટીના અધિકારીઓ કડક તપાસ ચલાવી રહ્યાં છે, સર્ચ ઓપરેશનને લઈ અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે, મોડાસામાંથી મોટી કરચોરી ઝડપાવાની શક્્યતા રહેલી છે.
દિવાળીના તહેવારો પહેલાં ઈન્કમટેક્સ વિભાગે મોડાસામાં સપાટો બોલાવ્યો હતો અને ૪૦થી વધુ જગ્યાએ સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું. કેટલાક બિલ્ડર્સ અને તેઓની સાથે સંકળાયેલા વ્યકિતઓ, ડૉક્ટર અને વેપારીઓના અમદાવાદ આઈ.ટી.ના અધિકારીઓએ ધામા નાખી દઈ મંગળવાર સવારથી સર્ચ હાથ ધર્યુ હતું. મોડાસામાં એક સાથે ૪૦થી વધુ જગ્યાએ દરોડાની કાર્યવાહીથી કરચોરી કરનારાઓ, બેનામી વ્યવહારો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
મેઘરજમાં પણ કેટલીક જગ્યાએ ઈન્કમટેક્સના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આઈ.ટી.ના દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવવાની આશંકા વ્યકત થઈ રહી છે. મંગળવારે વહેલી સવારે અમદાવાદથી આઈ.ટીના ૨૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ૭૦ ગાડીઓના કાફલા સાથે મોડાસા આવી પહોંચ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આઈ.ટીની ટીમો દ્વારા મોડાસાના કેટલાક નામાંકિત તબીબો, પ્રોપર્ટી ડેવલપર્સ, બિલ્ડરો અને કાપડ અને મોબાઈલના વેપારીઓ તેમજ અન્ય અગ્રણી વેપારીઓના ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. આ અંગે સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે, મોડાસામાં ૪૦થી વધુ જગ્યાએ આઈ.ટી દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું.
બિલ્ડરો અને તેઓની સાથે સંકળાયેલા વ્યકિતઓ, ડૉક્ટર સાથે સંકળાયેલા વ્યક્તિઓના ત્યાં પણ આઈ.ટી.ની ટીમો પહોંચી ગઈ હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.