Western Times News

Gujarati News

વિજ્યા દશમીના પાવન પર્વે મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ થઈ

default

નૂતન વર્ષના આરંભમાં ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની

વિજ્યા દશમીના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામજુના સચિવાલયસેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે.

આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી – CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે.

આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.