Western Times News

Gujarati News

રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયાદશમીના અવસરે કચ્છમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો

‘‘પાકિસ્તાન તરફથી કોઈ છમકલું થશે તો તેની ભૂગોળ બદલી નંખાશે’’

(એજન્સી)ભચાઉ, રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયાદશમીના અવસરે ગુરુવારે (૨ ઓક્ટોબર) ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતની ડિફેન્સ સિસ્ટમને ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણી ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. રક્ષામંત્રીએ કહ્યું કે, જો સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ છમકલું કરવામાં આવશે તો તેનું ભૂગોળ બદલી નાખવામાં આવશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયાદશમીના અવસરે ગુજરાતના કચ્છમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો. ત્યારબાદ તેમણે ભારતીય સૈનિકોને સંબોધતા કહ્યું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને લેહથી લઈને સર ક્રીકના આ વિસ્તાર સુધી ભારતની ડિફેન્સ સિસ્ટમને ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જ્યારે ભારતીય સેનાઓએ પોતાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી અને વિશ્વને એ સંદેશ આપ્યો કે ભારતીય સેનાઓ જ્યારે ઈચ્છે, જ્યાં ઈચ્છે અને જે રીતે ઈચ્છે તે રીતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

Defence Minister Celebrated ‘Vijayadashmi’ with the Indian Armed Forces personnel at Bhuj Military Station in Gujarat and performed ‘Shastra Puja’. ‘Shastra Puja’ on Vijayadashmi is an integral part of our Indian culture. The worship of weapons on this day is deeply connected with India’s national life, as it represents respect for the country’s collective strength, security and freedom. Lauded the Armed Forces for the success of ‘Operation Sindoor’.

તેમણે કહ્યું કે, આઝાદીના ૭૮ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ સર ક્રીક વિસ્તારમાં સીમાને લઈને વિવાદ ઉભો કરવામાં આવે છે. ભારતે અનેક વખત વાતચીત દ્વારા આનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનની નિયતમાં જ ખોટ છે, તેની નિયત સાફ નથી. તાજેતરમાં પાકિસ્તાનની સેનાએ સર ક્રીકની નજીક આવેલા વિસ્તારોમાં પોતાનું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે, જે તેની નિયત બતાવે છે.

રાજનાથ સિંહે કહ્યું કે, ભારતની સરહદનું રક્ષણ ભારતીય સેનાઓ અને બીએસએફ સાથે મળીને સતર્કતાપૂર્વક કરી રહ્યા છે. જો સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનું છમકલું કરવામાં આવશે તો તેનો એવો કડક જવાબ મળશે કે ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો એક રસ્તો સર ક્રીકમાંથી થઈને જ પસાર થાય છે.

રાજનાથ સિંહે કહ્યુ, ભારતની સરહદોની રક્ષા ભારતીય સેનાઓ અને બીએસએફ મળી મજબૂતીથી કરી રહી છે. જો સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કોઈ હિમાકત કરવામાં આવી તો તેનો એવો જવાબ આપવામાં આવશે કે ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો એક રસ્તો ક્રીકથી થઈ પસાર થાય છે.

રક્ષામંત્રીએ વિજયાદશમીના પર્વ પર ગુજરાતના કચ્છમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે ભારતીય સૈનિકોને સંબોધિત કરતા કહ્યુ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને લેહથી લઈને સર ક્રીકના આ વિસ્તાર સુધી ભારતની ડિફેન્સ સિસ્ટમને ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જ્યારે ભારતીય સેનાએ પોતાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ઉજાગર કરી અને દુનિયાને તે સંદેશ આપ્યો કે ભારતની સેનાઓ જ્યારે ઈચ્છે, જ્યાં ઈચ્છે અને જે રીતે ઈચ્છે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયાદશમી પર ગુજરાતની ધરતી પરથી પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતની ડિફેન્સ સિસ્ટમ ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, અમારી સેનાએ તેનો વળતો જવાબ આપ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.