3300 કરોડ રૂપિયાના વાહનો વેચાયા દશેરાના દિવસે ગુજરાતમાં

દશેરાના દિવસે રાજ્યમાં ૪૪ હજાર ટુ વ્હીલર અને ૧૦ હજાર કારનું વેચાણ થયું હતું. એમાંથી ૬ હજાર ટુ વ્હીલર અને ૨૪૦૦ કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું હતું.
(એજન્સી)અમદાવાદ, સામાન્ય રીતે દશેરાના તહેવારનાં દિવસે લોકો નવા વાહનની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. એેમાં પણ આ વર્ષે તો સોને પે સુહાગા,જીએસટી ઘટતા બાઈકમાં ૧૦ હજાર અને કારમાં ૧ લાખ આસપાસ ફાયદો થઈ રહ્યો છે
ત્યારે દશેરાના દિવસે રાજ્યમાં ૪૪ હજાર ટુ વ્હીલર અને ૧૦ હજાર કારનું વેચાણ થયું હતું. એમાંથી ૬ હજાર ટુ વ્હીલર અને ૨૪૦૦ કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું હતું. નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં અધધધ ૩૩૦૦ કરોડના વાહનોનું વેચાણ થયું છે. જીએસટી ઘટતા વેપારીઓ અને ગ્રાહકોમાં બંને પક્ષે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દશેરાને વાહન ખરીદી માટે પવિત્ર માનવામાં આવે છે.
આ શુભ પ્રસંગે લોકો વાહન ખરીદવા માટે રાહ જોતા હોય છે. દશેરાનો તહેવાર કોઇ પણ શુભ કાર્ય અને નવી ખરીદી માટે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ખરીદી માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે.
જ્યોતિષીય ગણતરીએ અનુસાર વર્ષ ૨૦૨૫ માં દશેરા ક્્યારે છે અને વાહન ખરીદી માટેનો સૌથી શુભ સમયગાળો માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી અનુસાર આ શુભ સમય દરમિયાન દશમી અને એકાદશી તિથિનો સમન્વય રહેવાથી દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે.
આ દિવસે વાહન ખરીદી અને વિધિવત પૂજા કરવી ખુબ જ ફાયદાકારક અને શુભ સમૃદ્ધિકારક માનવામાં આવે છે. આ મુહૂર્તમાં કરેલી ખરીદી લાંબા સમય સુધી લાભ આપનારી નિવડે છે. જેથી લોકો દશેરાના દિવસે ખાસ વાહનોની ખરીદી કરતા હોય છે. આ વખતે સરકાર દ્વારા જીએસટીમાં રાહત આપવાનાં કારણે વિવિધ ગાડીઓમાં ૧ લાખથી ૪ લાખ રૂપિયા સુધીનો ફાયદો થઇ રહ્યો છે. જેનાં કારણે લોકો ગાડીની ખરીદીમાં રસ દેખાડી રહ્યા છે.