Western Times News

Gujarati News

વિઝન ચાઈલ્ડ કેર પલાણામાં અનોખી રીતે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ) નડિયાદ, વસોના પલાણા ખાતે આવેલ વિઝન ચાઈલ્ડ કેર સ્કુલ મા દશેરાની ઉજવણીના ભાગરૂપે ખૂબ અનોખી રીતે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના ડાયરેક્ટર હિના પટેલના માર્ગદર્શન હેઠળ, પ્રાઈમરી સ્કૂલના બાળકોએ ટીચર સાથે મળીને પોતાના નાનકડા હાથોથી અને ક્રિએટિવ માઈન્ડથી ત્રણ અલગ અલગ પ્રકારના રાવણના પૂતળા બનાવ્યા હતા.

જેમાં પ્રથમ રાવણ જે હતો તે ભારતમાં રહેલા દૂષણોનો બનાવેલો હતો જેમાં મુખ્ય દૂષણ તરીકે ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, નિરક્ષરતા, ભ્રુણ હત્યા, આતંકવાદ અને પ્રદૂષણ જેવા વિષયોને સમાવેશ કરાયેલો હતો.

રાવણના પૂતળાનું દહન કરતી વખતે દ્રઢ સંકલ્પ બાળકોએ ટીચર અને પેરેન્સ સાથે મળીને કરેલ કે હવે પછી અમારા થકી ભારતમાં ઉપરોક્ત દુષણો નો નાશ કરવા પ્રયત્ન કરીશું.

ઉજવણીના આગલા દિવસે પ્રાર્થના સભામાં દશેરાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું તેમ જ દરેક બાળકને જણાવવામાં આવ્યું હતું કે આપણા અંદર રહેલા જે અવગુણો, દુષણો અને ખરાબ ટેવો છે તે એ રાવણનો જ એક ભાગ છે.

તેથી આપ સૌ વિદ્યાર્થી મિત્રો પોતાનામાં રહેલા અવગુણોને ચિંતન દ્વારા શોધી તેને એક કાગળમાં લખીને સ્કૂલમાં જ્યારે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે ત્યારે સંકલ્પ કરીને તે અવગુણોને રાવણના પૂતળા સાથે સળગાવવા,

દ્રઢ સંકલ્પથી પ્રતિજ્ઞા કરવી કે જે અવગુણ છે તે રાવણના પુતળા સાથે નાશ થઈ ગયા છે જેને ફરીથી હું મારા જીવનમાં ધારણ કરીશ નહીં. દરેક બાળકોના પ્રતિનિધિ તરીકે રામ લક્ષ્મણ અને સીતાની વેશભૂષા દ્વારા તેમનું ભવ્ય વરઘોડો કાઢીને રામના હાથ દ્વારા રાવણના પૂતળાનું દહન કરાવવામાં આવ્યું હતું.

આમ દશેરા પર્વ નિમિત્તે શાળાના પરિસરમાં રાવણનું પુતળું દહન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના નાનકડા બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા.બાળકોએ પોતાના અંદર રહેલા કેટલાક અવગુણોને ચીઠ્ઠી પર લખીને, રાવણના પુતળા પર ચોંટાડ્‌યા ત્યારબાદ પુતળાનું દહન કરીને, અંદરના દુર્ગુણોને દૂર કરી સદ્ગુણોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.