બ્રિટનમાં યહૂદી ધર્મસ્થળ પરના હુમલામાં બે નાં મોત, ૩ ગંભીર

લંડન, ઉત્તર ઇંગ્લેન્ડમાં યહૂદી વર્ષના સૌથી પવિત્ર દિવસે એક સિનેગોગ (યહૂદી ધર્મસ્થળ) પર થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
આ અંગે માહિતી આપતાં ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ સાથેની અથડામણમાં હુમલાખોર પણ માર્યાે ગયો છે. જોકે હુમલાખોર પાસે બોમ્બ હોવાની આશંકાને કારણે તેના મૃત્યુની પુષ્ટી તાત્કાલિક થઈ શકી નહોતી.
આ હુમલાને ‘આતંકી કૃત્ય’ જાહેર કરાયું છે. આ ઘટનાને નજરે નિહાળારા સાક્ષીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે આશરે ૯.૩૦ કલાકે યહૂદી ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર અને ગૌરવપૂર્ણ દિવસ યોમ કિપ્પુર (પ્રાયશ્ચિત્તનો દિવસ) પર લોકો મોટી સંખ્યામાં સિનેગોગમાં એકઠા થયા હતાં તે દરમિયાન એક વ્યક્તિ કાર લઈ લોકોના ટોળા તરફ ધસી આવ્યો હતો અને એક વ્યક્તિ પર ચાકૂથી હુમલો કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે હુમલાખોર પર ગોળીબાર કર્યાે હતો.
જેમાં હુમલાખોર માર્યાે ગયો હોવાનું મનાય છે. કાર અથડાવાના કારણે તથા ચાકૂથી કરાયેલાં હુમલાંને કારણે પાંચ લોકોને ઈજા થઈ હતી, જેમાં ત્રણની હાલત ગંભીર છે.
જોકે આ ઘટના આતંકવાદી હુમલો હોવાનો પોલીસે ઈનકાર કર્યાે હતો.બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મરે આ હુમલા અંગે આઘાત વ્યક્ત કર્યાે હતો અને જણાવ્યું હતું કે સમગ્ર યુકેમાં સિનેગોગની આસપાસ વધારાના પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે.
સ્ટાર્મરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ ઘટના યહૂદી કેલેન્ડરના સૌથી પવિત્ર દિવસ, યોમ કિપ્પુર પર બની છે, જે તેને વધુ ભયાનક બનાવે છે. યુકેમાં યહૂદીઓ સામે થતાં વિરોધ પર નજર રાખતી ચેરિટી, કમ્યુનિટી સિક્યુરિટી ટ્રસ્ટના ડેવ રિચે જણાવ્યું હતું કે, આ પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓ પર થયેલો હુમલો અત્યંત આઘાતજનક છે.SS1MS