કતાર પર હુમલો કરનાર સામે હવે યુએસ લશ્કરી કાર્યવાહી કરશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, ભામધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારની સુરક્ષાની જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી છે.
તાજેતરમાં ઇઝરાયેલ દ્વારા કતાર પર કરવામાં આવેલા હવાઈ હુમલાં બાદ, ટ્રમ્પે તાજેતરમાં કતારની સુરક્ષાની જવાબદારી લેતાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ અનુસાર, કતાર પર હુમલો કરનારા વિરુદ્ધ અમેરિકા સીધી લશ્કરી કાર્યવાહી કરશે. ટ્રમ્પનો આ આદેશ ઈઝરાયેલને સીધી ચેતવણી મનાઈ રહી છે.
ટ્રમ્પના આદેશમાં જણાવાયું છે કે કતારની જમીન, સાર્વભૌમત્વ અથવા મહત્ત્વપૂર્ણ માળખા પરનો કોઈપણ સશસ્ત્ર હુમલાને અમેરિકાની શાંતિ અને સુરક્ષા સામેનું સીધું જોખમ માનવામાં આવશે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવ્યાં અનુસાર, કતાર પર હુમલાની સ્થિતિમાં, અમેરિકા રાજદ્વારી તથા આર્થિક અને જરૂર પડે લશ્કરી કાર્યવાહી સહિતના તમામ કાયદેસર અને જરૂરી પગલાં લેશે, જેથી અમેરિકા અને કતારના હિતોનું રક્ષણ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, થોડાં સપ્તાહ પૂર્વે ઇઝરાયેલે કતારની રાજધાની દોહા પર ભીષણ હવાઈ હુમલાં કર્યાં હતાં. આ હુમલાં અંગે ઈઝરાયેલે એવો દાવો કર્યાે હતો કે, દોહામાં આતંકી સંગઠન હમાસના ટોચના નેતાઓને આશ્રય આપવામાં આવી રહ્યો હતો.
જોકે, હુમલાના થોડાં દિવસો બાદ ટ્રમ્પને મળવાં અમેરિકા પહોંચેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, કતારના વડાં સાથે ફોન પર વાત કરીને હુમલાં અંગે‘ખેદ’ વ્યક્ત કર્યાે હતો.
કતારની સુરક્ષાની જવાબદારી લેવા પાછળ અમેરિકાના પોતાના હિતો પણ કારણભૂત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે આ આદેશ એટલાં માટે કર્યાે છે, કારણ કે કતાર હાલમાં ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે મહત્ત્વની મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. કતાર ખાડીના દેશોમાં અમેરિકાનો એક મહત્વપૂર્ણ સુરક્ષા ભાગીદાર છે. અહીં અમેરિકાનો અલ-ઉદીદ એરબેઝ આવેલો છે, જ્યાં હજારો અમેરિકી સૈનિકો અને ફાઇટર જેટ તૈનાત છે.SS1MS