Western Times News

Gujarati News

મેં છેલ્લા ૨૦ વર્ષથી સાંજે ૬: ૩૦ પછી કશું જ ખાધું નથીઃ અક્ષય કુમાર

મુંબઈ, અક્ષય કુમાર એક એવો હિરો છે, જેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ભલે ગમે તે પરિવર્તન આવ્યા હોય પરંતુ તેની તંદુરસ્તી માટેની શિસ્ત અને નિયમપાલનમાં ક્યારેય કોઈ ફરક પડતો નથી. હવે તો બધા જ જાણે છે કે તે સાંજે ૬.૩૦ વાગ્યા પછી કશું જ નહીં ખાવાનો કડક નિયમ પાડે છે. આ ઉપરાંત તે કોઈ પણ પાર્ટીમાં પણ કશું ખાતો નથી.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે કબુલ્યું છે કે તે લોકોની સાથે પાર્ટીમાં ગ્લાસ ભરે છે, પણ તેને એમાં મજા આવતી નથી.અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો સૌથી ફિટ કલાકાર ગણાય છે. તેણે કહ્યું કે તે પોતાના ભોજન બાબતે કોઈ કડક નિયમ પાલન કરતો નથી.

આ વાતથી ઘણા લોકોને આશ્ચર્ય થશે પરંતુ તેણે કહ્યું કે તે છોલે પુરી, જલેબી અને બરફો બધું જ ખાય છે. અક્ષયે કહ્યું, “હું એવો નથી કે હું કંઈ પણ ખાતી વખતે સતત કેલેરી અને પ્રોટીન ગણતો રહું. હું પણ સામાન્ય માણસ જેવું જ જીવન જીવું છું. હા પણ હું સાંજે ૬.૩૦ પછી કશું જ ખાતો નથી, કોઈ નાસ્તો પણ નહીં. મેં છેલ્લા ૨૦ વર્ષમાં આ નિયમનું પાલન કર્યું છે.

ક્યારેક કોઈ પાર્ટીમાં લોકોને બતાવવા ખાતર હું ગ્લાસ હાથમાં લઈ લઉં છું અથવા તો કોઈનું માન જાળવવા ખાતર કેકનો એકાદ ટુકડો ખાઈ લેતો હોઉં છું, પરંતુ મને એમાં મજા આવતી નથી. મેં વર્ષાેથી આલ્કોહોલ નથી લીધું.”નસીબદાર હોવા પર અક્ષય કુમારે કહ્યું કે એવા ઘણા લોકો હોય છે, જે સારા દેખાય છે, મારા કરતાં પણ ટેલેન્ટેડ અને જેઓ મારા કરતાં વધુ લાયક હોય છે.

પરંતુ એમને હજુ કદાચ તક મળી નથી. અક્ષયે કહ્યું, “અહીં ખરેખર નસીબ કામ કરે છે. હું નસીબદાર છું કે હું યોગ્ય સમયે યોગ્ય સ્થળે હોઉં છું. સફળતામાં ૭૦ ટકા ફાળો નસીબનો અને ૩૦ ટકા મહેનતનો હોય છે.”તાજેતરમાં જ અક્ષય કુમારની ‘જોલી એલએલબી ૩’ રિલીઝ થઈ છે, જેમાં તેની સાથે અર્શદ વારસી પણ લીડ રોલમા છે. જોલી એલએલબી ળેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે.

જે બોક્સ ઓફિસ પર સારી ચાલી રહી છે. અક્ષય કુમાર આ સિવાય પ્રિયદર્શન સાથે બે ફિલ્મ કરી રહ્યો છે, જેમાંથી એક તેની હેરાફેરી ળેન્ચાઈઝીની ફિલ્મ છે, જેમાં ફરી એક વખત તે સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે જોવા મળશે.

આ સિવાયની એક ફિલ્મ છે, ‘ભૂત બંગલા’ જેમાં તેની સાથે વામિકા ગબ્બી લીડ રોલમાં હશે અને પરેશ રાવલ પણ મહત્વના રોલમાં હશે. આ સિવાય તે ડિરેક્ટર અમિત રાય સાથે ‘ઓએમજી ૩’ની સ્ક્રિપ્ટ પર ચર્ચા કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.