રાહા કોઈ છોકરાને ઘરે લાવશે તો રણબીર કપૂર તેને કાઢી મુકશે

મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કરવાનો નિર્ણય કર્યાે એ પહેલા તેઓ લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતાં હતાં. લગ્ન પછી તેમને ટૂંક સમયમાં દિકરીનો જન્મ થયો અને તેનું નામ રાહા રાખ્યું છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે કહ્યું કે રાહા તેના પિતાથી વધુ નજીક છે, સાથે જ રણબીર જ્યારે પહેલી વખત આલિયાના પિતા મહેશ ભટ્ટને મળ્યો તે વખતની વાત પણ તેણે યાદ કરી હતી.
આલિયા ભટ્ટ તાજેતરમાં ટિં્વકલ ખન્ના અને કાજોલના શોમાં આવી હતી. જેમાં તેણે મહેશ ભટ્ટ સાથે રણબીર વિશેની ચર્ચાને યાદ કરતા કહ્યું, “એક વખથ મેં અને મારા પિતાએ હું પ્રેમમાં છું એ વિશે વાત કરી. એ એક જ વખત અમે આ વિશે કંઈ વાત કરી હતી.
મેં એમને કહ્યું, હું પ્રેમમાં છું અને એમણે કહ્યું, મારી દિકરી, મને એ તારી આંખોમાં દેખાય છે.”જ્યારે રણબીર કપૂર અને મહેશ ભટ્ટની પહેલી મુલાકાત અંગે આલિયાએ કહ્યું કે મહેશ ભટ્ટને રનબીરથી ખાસ ફરક નહોતો પડ્યો પણ પરંતુ રાહા જ્યારે ભવિષ્યમાં કોઈ છોકરાને ઘરે લઇને આવશે, એવું નહીં થાય.
આલિયાએ કહ્યું, “હું આજે એવું થશે એવી રણબીર અને રાહા સાથે કલ્પના પણ કરી શકતી નથી, એ કોઈ પણ છોકરાને ઘેર લાવશે તો રણબીર એને બહાર કાઢી મુકશે.”રણબીર અને આલિયા હાલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વાર’માં સાથે કામ કરી રહ્યાં છે. આ પહેલાં તેમણે ‘બ્રહ્માસ્ત્ર’ માટે સાથે કામ કર્યું હતું, ત્યાંથી જ તેઓ પ્રેમમાં પડ્યાં હતાં.SS1MS