અવેઝ દરબારનો અમાલ મલિક પાસે કામ માગ્યાનો ઇનકાર

મુંબઈ, બિગ બોસના ઘરમાં કોઈ પણ ક્ષેત્રના સેલેબ્રિટી આવે, પણ તેમની વચ્ચે ઝઘડા અને ઘર્ષણ ન થાય તો જ નવાઈની વાત છે. આ બધા જ સેલેબ્રિટી ઘરમાંથી બહાર આવ્યા પછી અનેક પ્રકારના ખુલાસા કરતા હોય છે.
મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારનો નાનો દિકરો અવેઝ દરબાર બિગ બોસના ઘરનો મહેમાન બન્યો હતો. ત્યારે હવે ઘરમાંથી બહાર નીકળીને તેણે પણ કેટલાક ખુલાસા કર્યા છે. તેને ઘરમાં બસીર અલીએ અવેઝ દ્વારા કરવામાં આવેલાં નિવેદન અંગે તેમજ ૧૦ વર્ષ લાંબી રિલેશશિપમાં તેના વિશ્વાસ અંગે વાત કરી હતી. આ સિવાય ઇન્ટરવ્યુમાં અવેઝે અમાલ મલિકની માફી અંગે પણ વાત કરી હતી.
બસીર અલીના કેટલાં લોકોને ખોળે બેસાડ્યા એ ખબર છે – અવેઝ વિશેના નિવેદન અંગે તેણે કહ્યું, “એને વિશ્વાસ હતો કારણ કે કોઈ ત્રીજા માણસે એને કશુંક કહ્યું હતું, જેના વિશે તે અજાણ હતો, પરંતુ કોઈની અસર હેઠળ, તેણે આવા દાવા કર્યા હતા.” આ સાથે તેણે દાયકા લાંબી રિલેશનશિપ વિશે પણ ઇનકાર કર્યાે હતો.અવેઝે ખુલાસો કર્યાે કે, તેમની બંનેની પહેલાંથી જ આ અંગે ચર્ચા થઈ ગઈ છે.
“તને જે પણ ખબર હોય એ, પણ મને પણ તારા વિશે ઘણું ખબર છે. હું એ વાત જાહેર કરી દઉં?” અવેઝે કહ્યું કે બસીર તેની સાથે ખાનગીમાં વાત કરવા માગતો હતો અને કબૂલ્યું પણ હતું કે ત્રીજા વ્યક્તિએ તેને ખોટું કહ્યું હશે., તેના કારણે તેમણે એ એક્ટરને સોશિયલ મીડિયામાં બ્લોક પણ કરી દીધો હતો.
આગળ અવેઝ દરબારે એવું પણ કહ્યું હતું કે જો તેની વિરુદ્ધમાં આવા ખોટા આરોપ મુકાયા તો તે પણ ઘણા રહસ્યો જાણે છે અને તે પણ આ રહસ્યો જાહેર કરી શકે છે.
તેણે એમ પણ કહ્યું કે બસીર અલીને પોતાની ભુલ સમજાઈ અને તેણે સાવચેત રહેવાની જરુર હતી, સાથે જ તેણે પોતાની પીઆર ટીમને પણ આ પ્રકારના કામ કરતા ધ્યાન રાખવા કહ્યું હતું.જ્યારે અમાલ મલિક પાસે અવેઝે કામની ભીખ માગી હોવાના દાવા અંગે એવેઝ દરબારે કહ્યું કે, “કોણે કોને પહેલાં મેસેજ કર્યાે હતો?” અવેઝનો દાવો છે કે, અમાલ મલિકે તેને પહેલાં સંપર્ક કરવાની કોશિશ કરી હતી.
શરુઆતમાં અમાલ તેને સતત મેસેજ કરતો હતો અને તેના વખાણ કરતો હતો. તેણે એમ પણ કહ્યું કે એક વર્ષ સુધી તેણે માત્ર અમાલના મેસેજના જવાબ જ આપ્યા હતા, તેણે આ સિવાય કોઈ વાત કરી જ નથી. અવેઝે કહ્યું, “મેં કોઈ જગ્યાએ કામ માટે, ધંધો માગવા માટે આવું કર્યું છે?”SS1MS