એક દિવસમાં સૌથી વધુ 103 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છત્તીસગઢમાં

Files Photo
(એજન્સી)નવી દિલ્હી, છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં એક કરોડ રૂપિયાના ઈનામી ૪૯ સહિત કુલ ૧૦૩ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. કેડરમાં ૨૨ મહિલાઓ સામેલ હતી જેઓએ વરિષ્ઠ પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) સામે હથિયારો હેઠા મૂકવા તૈયારી દર્શાવી હતી.
આત્મસમર્પણ કરનારા નક્સલીઓ માઓવાદની ખોખલી વિચારધારા અને પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)માં મતભેદથી નિરાશ હોવાનું બિજાપુરના એસપી જીતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું. છત્તીસગઢમાં અત્યાર સુધીમાં આ નકસ્લીઓનું એક દિવસમાં સૌથી મોટું આત્મસમર્પણ છે.
નકસ્લીઓ બસ્તર વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યાેથી પ્રભાવિત થયા હતા અને એટલા માટે જ તેમણે બળવાનો માર્ગ ત્યાગવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.છત્તીસગઢ સરકારે નિયાદ નેલ્લાનાર (તમારું સારું ગામ) યોજના હેઠળ અંતરિયાળ ગામડામાં વિકાસ કાર્યાે હાથ ધર્યા હોવાથી તથા બસ્તર રેન્જ પોલીસની પુર્નવસન પહેલને લઈને નકસ્લીઓ પ્રભાવિત થયા તથા.
સમર્પણ કરનાર પૈકી લાચુ પુનેમ ઉર્ફે સંતોષ (૩૬), માઓવાદી વિભાગીય સમિતિનો સભ્ય, ગુડ્ડુ ફારસા (૩૦), ભીમા સોઢી (૪૫), હિદમે ફારસા (૨૬) અને સખમતિ ઓયામ (૨૭) દરેકના માથે રૂ. આઠ લાખનું ઈનામ જાહેર થયું હતું. અન્ય ચાર નક્સલીઓ પર પાંચ-પાંચ લાખ અને ૧૫ સભ્યો ઉપર બે-બે લાખ જ્યારે દસ નકસ્લીઓ ઉપર એક-એક લાખનું ઈનામ હતું.