Western Times News

Gujarati News

ગેલેકક્ષી સિનેમાથી દેવી જંકશન-નરોડા પાટીયા જંકશન નજીક 12 મિલકતો કપાતમાં જશે

File Photo

નરોડા પાટીયાથી બેઠક સુધી હયાત ૩૦ મીટરના રોડને ૪૫ મીટર પહોળો કરવામાં આવશે-નરોડા વિસ્તારમાં ગેલેકક્ષી સિનેમાથી દેવી જંકશન થઈ નરોડા પાટીયા જંકશન એમ કુલ ત્રણ જંકશનને આવરી લેતો ફેલાય ઓવર રૂ.૨૩૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે 

(પ્રતીનીધી)અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નરોડા વિસ્તારમાં ત્રણ જંકશનને આવરી લેતો ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યો છે.
આ રોડ પર સતત ટ્રાફીક રહે છે અને ભારે વાહનોની અવરજવર પણ મોટા પ્રમાણમાં રહે છે.

તેથી તૈયાર થઈ રહેલ બ્રિજની પાસેના ટીપી રોડની પહોળાઈ વધારવી જરૂરી બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માટે અંદાજે ૧૭૦૦ મિટરમાં કપાતમાં આવતી મિલકતોને વળતર આપવાનું નક્કી કર્યુ છે. જે જંત્રી રકમથી દોઢી કે બમણી થશે એક અંદાજ મુજબ ૧૨ જેટલી મિલકતો કપાતમાં જઈ રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા પાટીયાથી સુતરના ખારખાના સુધી ટ્રાફીક સમસ્યા અડધી કરવા ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યો છે. તેથી અહીં સતનામ વે બ્રીજથી નરોડા બેઠક, ગેલેક્ષી ચાર રસ્તાથી સુતરના કારખાના સુધીની ટીપી રોડને પહોળો કરવો જરૂરી બન્યો છે.

નરોડા વિસ્તારમાં ગેલેકક્ષી સિનેમાથી દેવી જંકશન થઈ નરોડા પાટીયા જંકશન એમ કુલ ત્રણ જંકશનને આવરી લેતો ફેલાય ઓવર રૂ.૨૩૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે જેના કારણે અહીંનો ટ્રાફીક હાલ જમણી બાજુના સર્વીસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં દેવી સિનેમાથી ગેલેકક્ષી સિનેમા સુધી ફાઈલ કામગીરી પૂર્ણ થઈ છે. અને જમણી બાજુ ફાઉન્ડેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે સર્વીસ રોડ બનાવવો જરૂરી છે.

દેવી જંકશનથી નરોડા પાટીયા થઈ સતનામ વે બ્રીજ સુધીના રોડ પર બન્ને બાજુ ધાર્મિક દબાણના કારણે ટીપી રોડની પહોળાઈ ૩૦ મીટર છે તેથી આ સ્થળે બ્રીજની કામગીરી થઈ શકતી નથી.

જેના કારણે આ રોડ ૪૫ મીટર કરવો જરૂરી બને છે. તેથી રોડ પરના દબાણો દુર કરી બન્ને તરફ ૭.૫૦ મીટરનો સર્વીસ રોડ બનાવવામાં આવે તો જ બ્રીજની કામગીરી થઈ શકે તેમ છે. તે બાબત ધ્યાનમાં લઈ કોર્પોરેશન દ્વારા સદર રોડ પર કપાતમાં આવતી મિલકતો દુર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ અંદાજે ૧૭૦૦ મીટર લંબાઈના રોડ પર જંત્રીના સરેરાશ ભાવ રૂ.૭,૫૦૦ પ્રતિ ચોર મીટર મુજબ વળતર આપવાની ગણતરી કરવામાં આવી છે.

જેને ધ્યાનમાં લઈ ખુલ્લી જગ્યાનું વળતર અંદાજે રૂપીયા ૩.૮૦ કરોડ અને બાંધકામ વાળી જગ્યાનું વળતર અંદાજે રૂપીયા ૩.૧૮ કરોડ મળી કુલ રૂપીયા ૬.૯૮ કરોડ વળતર આપવામાં આવશે. આ રોડ પર ત્રણ રહેણાક અને ૧૦ કોમર્શિયલ મિલકતના બાંધકામ કપાતમાં આવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.