31 વર્ષના ચેન્નાઈના યુવક અરવિંદ શ્રીનિવાસની સંપત્તિ 21190 કરોડ

પરપ્લેક્સીટી AIની સફળતા બાદ ભારતના સૌથી યુવા શ્રીનિવાસ અબજોપતી બની ગયા-વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે પણ પરચો બતાવી રહેલા ભારતના યુવક ચેન્નઈના અરવિંદ શ્રી નિવાસ ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા
(એજન્સી)અમદાવાદ, ચેન્નાઈ બોય અરવિંદ શ્રીનિવાસ પપ્લેકિસટી એઆઈની સફળતા બાદ ભારતના સૌથી યુવા અબજોપતી બની ગયા છે. પર્પ્યુલિકસીટી એઆઈના સહ-સ્થાપક ૩૧ વર્ષીય અરવીદ શ્રીનિવાસ રૂ.ર૧,૧૯૦ કરોડની નેટવર્થ સાથે ભારતના સૌથી યુવા અબજોપતિ તરીકે હૃરૂન ઈન્ડીયા રિથ લિસ્ટ ર૦રપમાં સ્થાન પામ્યા છે.
ઓગષ્ટ ર૦રરમાં શ્રી નિવાસે ડેનીસ યારાટસ અને એન્ડી કોનવીન્સી સાથે પપ્લેકિસટીની સ્થાપના કરી હતી. જેનો બીઝનેસ આઈડીયા ખુબજ સરળ હતો. એક ચેટ આધારીત સર્ચ એનજીન બનાવો છે. જે ઝડપી સચોટ અને વિશ્વસનીય રીતે પોતાના જવાબો આપે. સ્થાપકોના શબ્દોમાં કહીએ તો કોઈપણ પ્રશ્નનો જવાબ મેળવવાનો સૌથી ઝડપી વિકલ્પ આજે આ સર્ચ્ એન્જીન વિશ્વભરમાં વપરાશનો સૌથી મોટો આધાર બની રહયો છે.
હુરૂનના અહેવાલમાં શ્રી નિવાસના પર્દાપણને અબજોપતી તરીકે યાદીમાં સ્થાન બનાવનાર કરતા કંઈક વિશેષ રીતે નામના આપવામાં આવી છે. શ્રી નિવાસ દ્વારા આ યાદીમાં ટોચનું સ્થાન ન બનાવતા તેમની આ સફળતાને ભારતના સેવા કેનદ્રીત અર્થતંત્રથી ડીપટેક ઉત્પાદન આધારીત પાવરહાઉસ તરફના પરીવર્તનના માર્કર તરીકે મુલવામાં આવી છે.
વારસાગત સંપત્તિ કે પરંપરાગત ઉધોગમાં થકી તેમનેઆ સફળતા મળી છે. તેવું નથી પણ તેમને વૈશ્વીક દિગ્ગજો સાથે સ્પર્ધા કરી પાયાના એઆઈ મોડેલના નિર્માણ દ્વારા પોતાનું નસીબ ચમકાવ્યું છે. તેમની કારર્કીદી શરૂઆતમાં તેમણે વિશ્વની કેટલીક અગ્રણી એઆઈ લેબ્સમાં કામ કયું હતું. જેમાં ઓપનએઆઈ ગુગલ અને ડીપમાઈન્ડમાં સમાવેશ થાય છે.આ અનુભવે તેમને પોતાની કંપની શરૂ કરવાનો પાયો નાખ્યો હતો.
શ્રી નિવાસની આ અસાધારણ સફળતા ભારતના નવા યુગના ટેક ઉધોગસાહસીકોના ચાર્મને દર્શાવી છે. સાત જુન ૧૯૯૪માં રોજ ચેન્નાઈમાં જન્મેલા અરવીંદ શ્રી નિવાસે બાળપણથી જ સાયન્સ અને તેની સમસ્યાઓ દુર કરવા પ્રત્યે રસ દાખવ્યો છે. તેમણે આઈઆઈટી મદ્રાસથી ઈલેક્રીક એનજીનીયરીગની બેવડી ડીગ્રી મેળવી હતી.
જયાં તેમણે રીઈન્ફોર્સમેન્ટ લનીગ પર એડવાન્સડ કોર્સની પણ તાલીમ આપી હતી. બાદમાં તેમણે યુસી બર્કલે ખાતે કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડીથી ડીગ્રી મેળવી જેમાં રીઈન્ફોર્સમેનટ લનીગ ઈમેજ જનરેશને ટ્રાન્સફોમર આધારીત વીઝન મોડલ્સ પર સંશોધન કરવામાં આવ્યું હતું.