Western Times News

Gujarati News

ઍપલ વોચે સ્‍કૂબા ડાઇવિંગ દરમ્‍યાન યુવકનો જીવ બચાવ્યો

પોન્‍ડિચેરી પાસે યુવક પાણીમાં ૩૬ મીટર ઊંડે સ્‍કૂબા ડાઇવિંગ કરી રહ્યો હતો. પાણીમાં ડૂબવાનું જોખમ હોવાનું પારખી લઈને એપલની વોચની ઇમર્જન્‍સી સાયરન જોરજોરથી વાગવા લાગી. આ સાયરનની વોર્નિંગ પર ક્ષિતિજે કોઈ રિસ્‍પોન્‍સ ન આપ્‍યો તો સાયરન ખૂબ હાઈ પિચ પર વાગવા લાગી. એના અવાજથી થોડેક દૂર રહેલો સ્‍કૂબા ઇન્‍સ્‍ટ્રક્‍ટર તરત જ તેની પાસે દોડી આવ્‍યો. ઇન્‍સ્‍ટ્રક્‍ટરે તેને બચાવી લીધો.

મુંબઈ , ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. એમાંય શરીર પર પહેરી શકાય એવાં ગેજેટ્‍સને આપણે લાઇફસ્‍ટાઇલ પ્રોડક્‍ટ સમજીએ છીએ, પણ એ અણીના સમયે જીવ બચાવવામાં કામ લાગી શકે છે.

મુંબઈના એક ટેક-એક્‍સપર્ટે કઈ રીતે ઍપલની અલ્‍ટ્રા વોચે સ્‍કૂબા ડાઇવિંગ દરમ્‍યાન તેનો જીવ બચાવ્‍યો એ સોશ્‍યલ મીડિયા પર શેર કર્યું હતું અને એમાં એપલના CEO ટિમ કુકને પણ ટેગ કરીને આભાર માન્‍યો હતો.

વાત એમ બની હતી કે ૨૬ વર્ષનો ટેક-નિષ્‍ણાત ક્ષિતિજ જોદાપે ઍપલની અલ્‍ટ્રા વોચ પહેરીને સ્‍કૂબા ડાઇવિંગ શીખવા ગયો હતો. પોન્‍ડિચેરી પાસે તે લગભગ પાણીમાં ૩૬ મીટર ઊંડે સ્‍કૂબા ડાઇવિંગ કરી રહ્યો હતો. એ દરમ્‍યાન અચાનક તેણે પહેરેલો બેલ્‍ટ ઢીલો થઈ ગયો. એને કારણે ડાઇવિંગ કન્‍ટ્રોલ બગડી જતાં તે ખૂબ ઝડપથી ઉપરની તરફ ઊછળવા લાગ્‍યો.

પાણીમાં વિઝિબિલિટી બહુ ધૂંધળી હતી એટલે ક્ષિતિજ પોતાને સંભાળી શકે એવી સ્‍થિતિમાં નહોતો. અચાનક જે ગતિવિધિઓ થઈ રહી હતી એ જોખમી હોવાનું પારખી લઈને એપલની વોચની ઇમર્જન્‍સી સાયરન જોરજોરથી વાગવા લાગી. આ સાયરનની વોર્નિંગ પર ક્ષિતિજે કોઈ રિસ્‍પોન્‍સ ન આપ્‍યો તો સાયરન ખૂબ હાઈ પિચ પર વાગવા લાગી. એના અવાજથી થોડેક દૂર રહેલો સ્‍કૂબા ઇન્‍સ્‍ટ્રક્‍ટર તરત જ તેની પાસે દોડી આવ્‍યો. ઇન્‍સ્‍ટ્રક્‍ટરે તેને બચાવી લીધો.

જો સાયરન ન વાગત અને તેને બચાવવામાં ન આવ્‍યો હોત તો અચાનક ખૂબ ઝડપથી ઊંચે જવા પર ફેફસાં ખૂબ ઝડપથી એક્‍સ્‍પાન્‍ડ થવાને કારણે ક્ષિતિજ પર જીવનું જોખમ હતું.

ક્ષિતિજે સોશ્‍યલ મીડિયા પર લખ્‍યું હતું કે મને પોતાને પણ ખબર નહોતી કે મારી વોચમાં આવી કોઈ સાયરનવાળું ફીચર છે. એપલના CEO ટિમ કુકને ક્ષિતિજે ઈ-મેઇલ કરીને પૂરી સ્‍ટોરી શેર કરી હતી. એના માટે ટિમ કુકે પણ રિપ્‍લાય આપ્‍યો, ‘મને ખુશી છે કે તમારા ઇન્‍સ્‍ટ્રક્‍ટરે અલાર્મ સાંભળીને તરત જ તમને મદદ કરી. તમારો અનુભવ અમારી સાથે શેર કરવા બદલ ખૂબ-ખૂબ આભાર.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.