ગાંધી જયંતિએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિશેષ કાર્યક્રમનું આયોજન હતું
 
        આજે વિશ્વ આપણી સહિયારી માનવતાના ચિંતાજનક ધોવાણનું સાક્ષી બની રહ્યું છે : યુએનના વડા
વિશ્વમાં વધતા તણાવ વચ્ચે ગાંધીજીનો શાંતિનો સંદેશ મહત્ત્વપૂર્ણઃ યુએન ચીફ
યુનાઇટેડ, મતભેદોનો ઉકેલ લાવવા અને રાજદ્વારી માર્ગ અપનાવવા માટે મહાત્મા ગાંધી દ્વારા બતાવેલા માર્ગને અનુસરવાની વૈશ્વિક સમુદાયને હાકલ કરતાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે વિશ્વમાં હાલના વધતા તણાવ વચ્ચે ગાંધીજીનો શાંતિનો સંદેશ નવેસરથી પ્રાસંગિક બન્યો છે.
મહાત્મા ગાંધીના જન્મદિવસ ૨ ઓક્ટોબરના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા ગુરુવારે આયોજિત એક ખાસ કાર્યક્રમ દરમિયાન યુએનના વડાએ આ સંદેશ આપ્યો હતો. યુએનના વડાએ જણાવ્યું હતું કે આજે વિશ્વ આપણી સહિયારી માનવતાના ચિંતાજનક ધોવાણનું સાક્ષી બની રહ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર આપણે મહાત્મા ગાંધીના જીવન અને વારસા તથા તમામ માટે શાંતિ, સત્ય અને ગૌરવ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું સન્માન કરીએ છીએ. ગાંધીજીએ ફક્ત આ આદર્શાે દર્શાવ્યાં ન હતાં, પરંતુ તેનું અનુસરણ કર્યું હતું. વિશ્વમાં વધતા તણાવ અને વિભાજનના આ સમયમાં તેમનો સંદેશ નવેસરથી પ્રાસંગિક બન્યો છે.
હિંસા સંવાદનું સ્થાન લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગાંધીજી માનતાં હતાં કે અહિંસા નબળાઓનું શસ્ત્ર નહીં, પણ સાહસિક લોકોની તાકાત છે. તે દ્વેષ વિના અન્યાયનો પ્રતિકાર કરવાની, ક્‰રતા વિના જુલમનો સામનો કરવાની અને પ્રભુત્વ દ્વારા નહીં પણ ગૌરવ દ્વારા શાંતિનું નિર્માણ કરવાની શક્તિ છે.
યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતનેની હરીશે જણાવ્યું હતું કે વિભાજન અને સંઘર્ષના વર્તમાન યુગમાં ગાંધીજીનો સંદેશ સ્પષ્ટ છે કે અહિંસા એ ટકાઉ વૈશ્વિક શાંતિ પ્રાપ્ત કરવા માટે માનવજાત પાસે સૌથી મોટી શક્તિ છે.ss1

 
                 
                