કફ સિરપ હાનિકારક ન હતાઃ કેન્દ્ર સરકારનો ખુલાસો

આરોગ્ય મંત્રાલય દ્વારા મોતના ચોક્કસ કારણો જાણવા એનઆઈવી પૂણે ખાતે લોહીના નમૂનાની ચકાસણી કરાઈ હતી
કફ સિરપથી બે રાજ્યોમાં ૧૧ બાળકોનાં મોત બાદ તંત્ર જાગ્યું : એડવાઇઝરી જારી
નવી દિલ્હી,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બનાવટી કફ સિરપના કારણે ૧૧ બાળકોના મોત થયાં હોવાના અહેવાલોએ સરકારની ચિંતા વધારી છે. આ મામલે આક્ષેપોની ચકાસણી બાદ કેન્દ્ર સરકારે કફ સિરપ બનાવટી હોવાના દાવા ફગાવી દીધા છે. આ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકો માટે કફ સિરપના ઉપયોગમાં સાચવેતી રાખવા સલાહ આપી છે.
રાજસ્થાન સરકારે બે ડોક્ટરોને સસ્પેન્ડ કર્યાં છે.મધ્યપ્રદેશના છિંદવાડામાં ૧૧ તથા રાજસ્થાનના ભરતપુર-સિકરમાં એક-એક બાળકનાં મોત કફ સિરપ પીધા પછી થયા હતા. બાળકોએ પીધેલા કફ સિરપમાં ડિથાઈલેન ગ્લાકોલ અથવા એથીલેન ગ્લાયકોલના તત્વો મળી આવ્યા હતા. આ બંને પદાર્થ કિડનીને નુકસાન પહોંચાડે છે. જો કે કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, કફ સિરપમાં ઝેરી કેમિકલ યુક્ત હાનિકારક પદાર્થાેની હાજરી ન હતી.
નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ, નેશનલ ઈનસ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી અને સેન્ટર ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની સંયુક્ત ટીમ દ્વારા તપાસ બાદ આરોગ્ય મંત્રાલયે આ સ્પષ્ટતા કરી છે. ટીમ દ્વારા સ્થાનિક રાજ્ય સરકારની મદદથી વિવિધ કફ સિરપના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોના પરિક્ષણ દરમિયાન તેમાંથી હાનિકારક ડિથાઈલેન ગ્લાકોલ અથવા એથીલેન ગ્લાયકોલના તત્વો મળી આવ્યા હતા. મધ્યપ્રદેશ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ ત્રણ સેમ્પલની ચકાસણી થઈ હતી, પરંતુ તેમાં પણ હાનિકારક તત્વો ન મળ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા મોતના ચોક્કસ કારણો જાણવા એનઆઈવી પૂણે ખાતે લોહીના નમૂનાની ચકાસણી કરાઈ હતી. જેમાં એક કેસ લેપ્ટોસ્પાયરોસિસ પોઝિટિવ જણાયો હતો. પાણી ઉપરાંત કીટાણુની હાજરી અને શ્વસનની સમસ્યા અંગે પૂણેની એનઆઈવી લેબોરેટરી તથા અન્ય લેબોરેટરીમાં તપાસ ચાલી રહી છે. ૧૧ મોતના તમામ સંભવિત કારણો જાણવા સરકાર પ્રયાસ કરી રહી છે.